તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ભાભરમાં મેડિકલમાંથી 14 હજારની પ્રતિબંધિત દવાનો જથ્થો ઝડપાયો

ભાભર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીપળેશ્વર મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોરમાં રેડ

ભાભરમાં 20 જેટલી મેડિકલ સ્ટોર આવેલ છે અને ડોક્ટરના પ્રિસ્કિપ્શન વગર નશીલી દવાઓનું ધૂમ વેચાણ થઇ હોવાની બુમરાડ ઉઠી છે. ત્યારે ગુરુવારે 17 જૂનની સાંજના સમયે પોલીસ અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર એફએલએસ દ્વારા ભાભરમાં આવેલ પીપળેશ્વર મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોરમાં રેડ કરતાં તપાસ દરમિયાન દુકાનમાંથી ગેરકાયદેસર પ્રતિબંધિત અલગ-અલગ પ્રકારની ટેબ્લેટ દવાનો જથ્થો 775 કિંમત રૂ.14,012નો ઝડપાયેલ છે.

જે ડોક્ટરની પ્રિસ્કિપ્શન વગર વેચાણ કરતાં હતા. જેથી પોલીસે દુકાન માલિક યોગેશ સતીષભાઇ ઠક્કર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ભાભરમાં મેડિકલ સ્ટોરમાં રેડ પડતા કેટલાક મેડીકલની શટર ફટાફટ પડી ગયા,કેટલાક મેડિકલ સ્ટોરના માલિકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.આમ ફાર્મસી વગર અને ડોક્ટરના પ્રિસ્કિપ્શન વગર નશીલી દવાઓનું ધૂમ વેચાણ કરતા તત્વો સામે પગલાં ભરવા ડ્રગ ઇન્સ્પેક્ટરને લેખિત જાણ કરવા છતાં કોઇ પગલાં ભરાતાં ન હતા.

અન્ય સમાચારો પણ છે...