તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ગાંધીનગર પાસિંગની જીપમાંથી 15 કિલો ગાંજા સાથે બે ઝડપાયા

અમીરગઢ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
પોલીસે બંનેને દબોચી જીપ સહિત મુદ્દામાલ કબજે લીધો હતો. - Divya Bhaskar
પોલીસે બંનેને દબોચી જીપ સહિત મુદ્દામાલ કબજે લીધો હતો.
 • પિંડવાડા પોલીસે 15 કિલો ગાંજો અને જીપ કબજે લીધી

પિંડવાડા પોલીસ ફોરલેન હાઈવે ઉપર ગાંધીનગર પાસિંગની મેક્સ જીપમાંથી 15.200 કિ.ગ્રા. ગાંજો કબ્જે કર્યો હતો. જેમાં પોલીસે બેને દબોચી લીધા હતા.

પિંડવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમો હતો દરમિયાન સિરોહી રોડથી ગુજરાત તરફ જતા માર્ગ પર હોટલ પધારોસા સામેના હાઈવે પર મેક્સ ગાડી નંબર Gj 18 AA 8145 પુરઝડપે પસાર થતા અટકાવવા પોલીસ ઈશારો કરતા જીપ ચાલક પૂર ઝડપે વાહન પરત સિરોહી તરફ હંકારી હતી.

પોલીસને જોઈ જીપ ચાલક ગભરાઇને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે ઝડપી લીધા હતા. જીપ ચાલક જુમ્મેખાન ઉસ્માનખાન સિપાઈ(મુસલમાન) રહે.બીકરની (માંડવા - ઉદયપુર) અને નૂરમહંમદ પુત્ર ગફુરખાન મુસ્લિમની (રહે. રોહિડા)ની અટકાયત કરી હતી. જેમની પાસેથી 15 કિલો 200 ગ્રામ ગાંજાના ત્રણ સફેદ રંગના પ્લાસ્ટિકના કટા મળી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો