તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:માઉન્ટ આબુના જંગલમાંથી ગુમ યુવકની કહોવાઈ ગયેલી લાશ મળી

અમીરગઢ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હત્યા કે આત્મહત્યા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

માઉન્ટ આબુના જંગલમાંથી શનિવારે કહોવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જે 20 દિવસથી ગુમ થયેલ એક યુવાનનો હોવાની આશંકાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.જો કે આ યુવાનની હત્યા થઈ કે આત્મહત્યા તેને લઈ અનેક તર્કવિર્તક વહેતા થયા છે.માઉન્ટઆબુ પોલીસ સ્ટેશન વિસ્તારના અધર દેવી મંદિરના જંગલોમાં એક મૃતદેહ હોવાની જાણ થતાં મળતાં માઉન્ટબાબુ પોલીસ અધિકારી દેવરામ ચૌધરી સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

કપડાંના આધારે માઉન્ટઆબુમાં રહેતો કૃષ્ણ, જે લગભગ 20 દિવસથી ગુમ હતો, તેનો મૃતદેહ હોવાની આશંકા છે. મૃતદેહ વિકૃત થઈ ગયો છે. યુવકે આત્મહત્યા કરી છે કે હત્યા કરવામાં આવી છે.તેને લઇ રહસ્યના તાણાંવાણા સર્જાયા છે.મૃતદેહને પીએમ માટે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...