તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાડ પર ઠંડી પથરાઈ:હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ 4 ડીગ્રીએ પહોંચ્યું, સર્વત્ર બરફની ચાદર પથરાઈ; ગુજરાત પણ ટાઢથી ઠૂંઠવાયું

અમીરગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
માઉન્ટ આબુમાં સર્વત્ર બરફ જ બરફ દેખાયો... - Divya Bhaskar
માઉન્ટ આબુમાં સર્વત્ર બરફ જ બરફ દેખાયો...

રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સોમવારે એક જ રાત્રિમાં લઘુતમ તાપમાનનો પારો 2 ડીગ્રી ગગડી મંગળવારે માઇનસ 4 ડીગ્રીએ પહોંચ્યો હતો. સર્વત્ર બરફની ચાદર છવાઇ જવા પામી હતી. હાડ થિજાવતી ઠંડીના પગલે પર્યટકો ઠૂંઠવાયા હતા. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સોમવારે રાત્રે માઇનસ 4 ડિગ્રી તાપમાન નોંધાતા શીત લહેર પ્રસરી જવા પામી છે.

કાર ઉપર બરફ જામી ગયો હતો
કાર ઉપર બરફ જામી ગયો હતો

નલિયામાં 2.7 ડીગ્રી અને કેશોદમાં 6.2 ડીગ્રી ઠંડી...
રાજ્યમાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. નલિયામાં મંગળવારે 2.7 ડીગ્રી ઠંડી નોંધાઈ હતી. જ્યારે કેશોદમાં 6.2 ડીગ્રી ઠંડી હતી. અમદાવાદમાં તાપમાન 10 ડીગ્રી રહેવા પામ્યું હતું. હજુ બે દિવસ ઠંડી રાજ્યમાં રહેશે.

થાળીમાં રાખેલું પાણી રાતભરમાં જ બરફ બની ગયું
થાળીમાં રાખેલું પાણી રાતભરમાં જ બરફ બની ગયું
કાતિલ ઠંડીને કારણે ઘાસ પર બરફનાં પડ જામી ગયાં હતાં.
કાતિલ ઠંડીને કારણે ઘાસ પર બરફનાં પડ જામી ગયાં હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો