તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ ખાબક્યો:અમીરગઢ તાલુકામાં બપોરના સુમારે અચાનક વાતાવરણમાં પલટો, વરસાદી ઝાપટાથી તૈયાર પાકને લઇ ખેડૂતોને નુકસાનની ભીતિ

પાલનપુર13 દિવસ પહેલા
  • વાતાવરણમાં પલટો આવતા અમીરગઢ તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો

અમીરગઢ તાલુકામાં બપોરના સુમારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં પવન સાથે અમીરગઢ, ઈકબાલગઢ અને વિરમપુરના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. તેમાં તૈયાર પાકને લઇ ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

અમીરગઢ તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદ
ભારે ઉકળાટ બાદ વરસાદ થતા લોકોએ ગરમીથી આંશિક રાહત અનુભવી હતી. બીજી તરફ તૈયાર પાકોને લઈ નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. થોડાક સમય પહેલા તાઉ-તે વાવાઝોડાની અસર અમીરગઢ તાલુકાના અનેક વિસ્તારોમાં જોવા મળી હતી. બાજરી જેવા ઉભા પાકો ખેતરોમાં પથરાઈ ગયા હતા. હાલ તૈયાર પાકોમાં વરસાદ થતાં ખેડૂતો ઉપર ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવાય જેવી પરિસ્થિતિ
અમીરગઢ તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી ઝાપટા અનેક વિસ્તારોમાં થતાં ખેડૂતોને તૈયાર પાકોમાં નુકસાનની ભિતીને લઈ ચિંતામાં મુકાયા છે. હાલમાં બાજરી, મગફળી જેવા તૈયાર પાકો લેવાના સમયે વરસાદ પડતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવાય જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

અન્ય સમાચારો પણ છે...