તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પિંડવાડા ગામ નજીકથી 486 કિલો પોષડોડા ભરેલી સ્કોર્પિયો ઝડપાઈ

અમીરગઢ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે પીછો કરતાં બંને શખ્સ ગાડી મુકી ફરાર થઈ ગયા

પિંડવાડા નજીકથી 486 કિલો પોષડોડા ભરેલી સ્કોર્પિયો ઝડપાઈ હતી.બંને શખ્સ ગાડી મુકી ફરારથઈ ગય હતા.ફલોદી જેલમાંથી જુદા જુદા ગુનાંમાં સંડોવાયેલા 16 જેટલા આરોપી ફ્લોદી જેલ તોડી ફરાર થયા હતા જેને લઈને ઠેર ઠેર નાકાબંધી કરવામાં આવી હતી ફરાર આરોપીને પકડવા માટે વાહન ચેકીંગ ચાલી રહ્યુ હતું તે દરમિયાન પિંડવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાકાબંધી દરમિયાન એક સ્કોર્પિયો ગાડીને રોકાવી તપાસ કરતા સ્કોર્પિયો ગાડી માંથી 486 કિલોગ્રામ પોષડોડા મળી આવ્યા હતા.

પિંડવાડા ઉદયપુર હાઇવે પર વાહન ચેકીગમાં હતા તે દરમિયાન રાજપુરા-સિવેરા-કેશવગંજ નજીક સફેદ રંગની સ્કોર્પિયો (નંબર આરજે 27 યુએ 2267) કેશવગંજની બાજુથી આવતી દેખાઇ. જેમાં બે વ્યક્તિઓ હતી. પોલીસે સ્કારપિયોને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના ડ્રાઈવરે સ્કોર્પિયો રોકી ન હતી અને નાકાબંધી તોડીને નાસી છૂટ્યા હતા જોકે સ્કોર્પિયો ગાડીના આગળ અને પાછળના બન્ને ટાયર ફાટી જતા બંને શખ્સ ગાડીને થોડેક દૂર સિવેરા ગામ નજીક મૂકીને અંધારાનો લાભ લઇને નાસી છૂટયા હતા. સ્કોર્પિયોની તપાસ કરવામાં આવી ત્યારે તેમાં 23 કટા પોષડોડાથી ભરેલા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો