તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:અમીરગઢ મોર્ડન સ્કૂલ જતાં રસ્તા પર વરસાદી પાણી ભરાતાં લોકો ત્રાહિમામ્

અમીરગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢ મોર્ડન સ્કૂલ જતા રસ્તા પર વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. - Divya Bhaskar
અમીરગઢ મોર્ડન સ્કૂલ જતા રસ્તા પર વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે.

અમીરગઢમાં સામાન્ય વરસાદમાં મોર્ડન સ્કૂલ તરફ જતા રસ્તા પર વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ તેમજ અન્ય લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે બીજી બાજુ આ રસ્તાની બાજુમાં કચરાના ઢગ કરતા રસ્તામાં ગંદકીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને આ રસ્તા પરથી પસાર થતા રસ્તા પરના લોકોનું કહેવું છે કે આ રસ્તા પર છેલ્લા કેટલાય સમયથી ગંદકી જોવા મળી રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓ તેમજ અન્ય લોકોને બીમારીના ભોગ બનવું પડતું હોય છે. પરંતુ આ બાબતે તંત્ર કોઇપણ કાળજી લેતું નથી.

આ બાબતે અમીરગઢ ગ્રામ પંચાયત તેમજ અન્ય તંત્ર દ્રારા મોર્ડન સ્કૂલના આ રસ્તા પર સાફ સફાઈ કરાવી સાચા અર્થમાં વિકાસનું કાર્ય કરે તેવી વિદ્યાર્થીઓ તેમજ જાગૃત જનતામાં માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...