તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:અમીરગઢ ચેકપોસ્ટ પરથી 60 ગ્રામ અફીણ સાથે એક ઝડપાયો

અમીરગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારમાંથી ડ્રાઇવર સીટની નીચે કપડાંની થેલીમાંથી અફીણ મળ્યું

અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે રવિવારે મહારાષ્ટ્ર પાર્સિંગની ગાડીમાંથી ગેરકાયદેસરનો માદક પદાર્થ 60 ગ્રામ અફીણ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. અફીણ અને ગાડી મળી કુલ રૂા.5.17 લાખનો મુદ્દામાલ અમીરગઢ પોલીસ જપ્ત કર્યો હતો.

પોલીસ રવિવારે રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવતી ગાડી નંબર એમએચ-48-બીટી-6612 ને રોકાવી ગાડી ચાલકનું નામ પૂછતાં દોલારામ છોગારામ ચૌધરી (રહે.173, જીવાણા રોડ, દહીયાવાસ, તા. સાયલા, જી.જાલોર-રાજસ્થાન) જણાવ્યું હતું. ગાડીમાં તપાસ કરતાં ડ્રાઇવરની સીટની નીચેથી એક લાલ કલરની કપડાની થેલીમાંથી અફીણ 60 ગ્રામ મળી આવ્યું હતું.કિંમત રૂ.6,000, મોબાઇલ કિંમત રૂ.10,000, કાર કિંમત રૂ. 5,00,000 અને રોકડ રૂ.1700 મળી કુલ રૂા.5,17,700 નો મુદ્દામાલ જપ્ત કરી દોલારામ ચૌધરી વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...