ગુજરાતમાં કાતિલ ઠંડીનો ચમકારો:માઉન્ટ આબુમાં સોમવારે તાપમાન 0.1 ડીગ્રી રહ્યું, પાલનપુરમાં રેલવે સ્ટેશન પાસે એક શખસનું ઠંડીથી મોત થયાનો દાવો

અમીરગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રસ્તુત તસવીરમાં સાઇકલ પર જામેલા બરફની પરત દૃશ્યમાન થાય છે. - Divya Bhaskar
પ્રસ્તુત તસવીરમાં સાઇકલ પર જામેલા બરફની પરત દૃશ્યમાન થાય છે.
  • મહેસાણામાં ઠંડી દોઢ ડીગ્રી ઘટી 9.9 થઈ

હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો કેર યથાવત છે. સોમવારે લઘુત્તમ તાપમાનમાં 1 ડીગ્રીનો વધારો થતા તાપમાનનો પારો થીજી જવાના આરે પહોંચી ગયો છે. મહત્તમ તાપમાન 0.1 ડીગ્રી ઘટીને 21 ડીગ્રી નોંધાયું હતું.

ઉત્તર ગુજરાતમાં 5 દિવસ બાદ લઘુત્તમ તાપમાન સામાન્યથી લઇ 1.4 ડિગ્રી સુધી ઊંચકાયું હતું. બીજી બાજુ, દિવસનું તાપમાન પણ દોઢેક ડીગ્રી સુધી વધતાં મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 28 થી 29 ડીગ્રીની વચ્ચે નોંધાયો હતો, જેના કારણે દિવસ દરમિયાન વાતાવરણ હૂંફાવળું રહ્યું હતું.

માઉન્ટનું તાપમાન 0 ડીગ્રી રહ્યું
માઉન્ટ આબુમાં ઠંડી અટકવાનું નામ નથી લેતી સોમવારે લઘુત્તમ તાપમાનમાં 1 ડીગ્રીનો વધારો થતા તાપમાનનો પારો થીજી જવાની આરે પહોંચી ગયો છે. દિવસનું તાપમાન અડધા ડીગ્રીના ઘટાડા સાથે 21 ડીગ્રી થયું હતુ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉ. પ્ર.માંથી આવતી ઠંડી હવાના કારણે જિલ્લામાં શિયાળાની અસર વધી છે. તેની અસર 2 થી 3 દિવસ રહેશે.તેમજ 22 ડિસેમ્બર સુધી પાકિસ્તાન તરફથી પશ્ચિમી વિસ્તારોમાં હવાનું દબાણ બનવાની આગાહી કરી છે. માઉન્ટમાં વૃક્ષો, તથા ચીજ-વસ્તુઓ પર બરફની પરત જામી રહી છે.

ઠંડીથી મોત થયું હોવાનું અનુમાન
બીજી બાજુ, પાલનપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પાસે સોમવારે સાંજે કોઈ અજાણ્યો શખસ પડેલો હતો ત્યારે સ્થાનિકોએ રેલવે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોચી યુવકની તલાશી લેતાં યુવક મૃત હાલતમાં મળી આવતાં પ્રથમ દૃષ્ટિએ ઠંડીથી શખસનું મોત થયું હોવાનું સૂત્રો જણાવ્યું હતું.

હવાની ગતિ ઘટતાં તાપમાન વધશે
ઉત્તર ગુજરાતમાં સોમવારે પ્રતિ કલાકે પવનની ગતિ ઘટીને સરેરાશ 1 કલાકની થઇ હતી. તેમજ હવામાં ભેજનું પ્રમાણ 12% વધીને 70% ને પાર પહોંચ્યું હતું. સમેટાયેલા પવન અને હવામાં ભેજનું પ્રમાણ વધતાં દિવસ અને રાતના તાપમાનમાં 1 થી 1.5 ડીગ્રી વધારો નોંધાયો હતો. રાત્રીનું તાપમાન હજુ 11 ડીગ્રીથી નીચે રહેવાના કારણે મોડી સાંજ થી વહેલી સવાર સુધી કાતિલ ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. બીજી બાજુ, દિવસનું તાપમાન પણ દોઢેક ડીગ્રી સુધી વધતાં મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 28 થી 29 ડીગ્રીની વચ્ચે નોંધાયો હતો, જેને કારણે દિવસ દરમિયાન વાતાવરણ હુંફાવળુ રહ્યું હતું.