તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંત્રીની મનમાની:અમીરગઢના માનપુરીયા ગામે દૂધ મંડળીને પશુપાલકોએ તાળાં માર્યા

અમીરગઢ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સહકારી દૂધ મંડળીમાં નિયમ મુજબ સ્થાનિક નફો, સંઘ નફો ના મળતાં દૂધ ગ્રાહકોમાં આક્રોશ

અમીરગઢના માનપુરીયામાં સહકારી દૂધ મંડળીમાં નિયમ મુજબ સ્થાનિક નફો, સંઘ નફો ના મળતા દૂધ ભરાવતા ગ્રાહકો રોષે ભરાયા હતા અને મંત્રીની મનમનાથી કંટાળી ભેગા મળી ડેરીને સોમવારે તાળા બંધી કરી હતી. જો સંઘ દ્વારા અમારી માંગ સ્વીકારવામાં નહિ આવે તો ત્યાં સુધી તાળા નહિ ખુલ્લેની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.માનપુરીયા ગામે સહકારી દૂધ મંડળીના મંત્રી દ્વારા નિયમ મુજબ મંડળી ચલાવવામાં આવતી નથી અને મંત્રી ગ્રાહકો જોડે મનમાની કરતા હોવાથી ગ્રામજનોના જણાવ્યા મુજબ દૂધનો ભાવ પણ પૂરતો મળતો નથી.

સંઘ નફો અને સ્થાનિક નફો આજદિન સુધી અપાયો નથી. ત્યારે સોમવારે દૂધ ગ્રાહકોએ આખું ગામ ભેગું મળી મિટિંગ કરી મંત્રીને બોલાવી મંત્રીને પૂછતા મંત્રી દ્વારા ગ્રાહકો તેમજ ગ્રામજનોને ઉડાઉ જવાબ આપતા કહ્યું કે ‘મંડળી મારી છે અને મારી જ રહેશે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, જે કરવું હોય તે કરી લો’ એવા વર્તનથી અકળાઈ ઉઠેલા ગ્રામજનો દ્વારા દૂધ મંડળીને તાળા માર્યા હતા. આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે ‘જ્યાં સુધી ડેરી સંઘ દ્વારા અમને ન્યાય નહિ મળે ત્યાં સુધી અમે ડેરીના તાળા ખોલશું નહીં. 18 વર્ષથી આજદિન સુધી અમને કોઈપણ વધારો કે અન્ય લાભ મળ્યો નથી. ડેરીના મંત્રીની મનમાનીનો ભોગ અમારે ગ્રાહકે થવું પડે છે. અમારા દૂધના ફેટ પણ મળતા નથી. અમારી માંગ પુરી નહીં થાય ત્યાં સુધી અમે મંડળીના તાળા ખુંલશે નહીં.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો