અમીરગઢમાં ચાર સંતાનોની માતાને છરીની અણીએ મોતને ઘાટ ઉતારનાર તેના પ્રેમીને પોલીસે ઝડપી લીધો હતો. જેણે એક તરફી પ્રેમમાં શંકા રાખી તેણીની હત્યા કરી હોવાનું કબુલ્યું હતુ. અમીરગઢ ખાતે રહેતા કાનનાથ રાજતનાથ અને મીરાબેનની દીકરી ભગીબેનના લગ્ન 18 વર્ષ અગાઉ રાજસ્થાનના સિરોહી જીલ્લાના રોહીડા તાલુકાના ભીમાણા ગામે નાથુનાથ છોટુનાથ નાથબાવા સાથે થયા હતા. જોકે, નાથુનાથ દારૂ પી તેણીને ત્રાસ આપતો હોવાથી ભગીબેન ત્રણ વર્ષથી તેના ચાર બાળકો સાથે પિયર અમીરગઢમાં માતા- પિતા સાથે રહેતી હતી.
દરમિયાન જુની રોહ ગામના નારણભાઇ ઉર્ફે નાગજીભાઇ હાલુજી રબારી રવિવારે રાત્રે 10.30 કલાકે ભગીબેનના ઘરે આવ્યો હતો. અને જો તુ મારી સાથે બહાર નહી આવે તો હું રેલવેના પાટે પડી મરી જઇશ. તેવો ડર બતાવતાં તેણી સાથે ગઇ હતી. અને તેણીની તિક્ષ્ણ હથિયારથી હત્યા કરી મૃતદેહ ફેંકી દઇ નારણ રબારી ફરાર થઇ ગયો હતો. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે અમીરગઢ પીએસઆઇ એચ. એન. પટેલે સ્ટાફ સાથે આરોપી નારણ રબારીને ઝડપી લીધો હતો. જેણે એક તરફી પ્રેમમાં શક જતાં હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.