તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અમીરગઢ ચેકપોસ્ટ પરથી કારના મુસાફર પાસેથી રૂ. 5.03 લાખનું ચરસ ઝડપાયું

અમીરગઢ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
ચેકપોસ્ટથી ચરસના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો હતો. - Divya Bhaskar
ચેકપોસ્ટથી ચરસના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો હતો.
 • મોબાઇલ, રોકડ સહિત કુલ રૂપિયા 5.15 લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો

અમીરગઢ ચેકપોસ્ટથી બુધવારે રાત્રે ઇનોવા કારમાં મુસાફરી કરતાં એક શખ્સ પાસેથી રૂપિયા 5.03 લાખનો 3.354 કિલો ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે મોબાઇલ, રોકડ સહિત કુલ રૂપિયા 5.15 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણીઓને લઇ જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલ દ્વારા સરહદો ઉપર કડક ચેકિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. જ્યાં અમીરગઢ ચેક પોસ્ટે પીએસઆઇ એચ.એન.પટેલ સ્ટાફ સાથે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન ત્યાં આવેલી ઇનોવા કારને રોકાવી તલાસી લેતાં તેમાં બેઠેલા મુસાફર સુખપ્રિતસિંઘ ઉર્ફે સુખી સિકંદરસિંઘ સિંઘ (રહે.ભાબત, મોહાલી પંજાબ) પાસેના થેલાની તલાસી લેતાં અંદરથી રૂપિયા 5,03,100નો 3.354 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો.

તેની પાસેથી રૂપિયા 10,000નો મોબાઇલ ફોન નંગ 1, રૂપિયા 2300 રોકડા મળી કુલ રૂપિયા 5,14,400નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. અને સુખપ્રિતસિંઘની અટકાયત કરી તેની સામે અમીરગઢ પોલીસ મથકે ધી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિઝ એકટ-1985 ની કલમ 8(સી), 20 (બી)(ii)(સી) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો