તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ઇકબાલગઢ નજીકથી જુગાર રમતા પાંચ ઝડપાયા, ચાર શખ્સ પલાયન

અમીરગઢ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે જુગાર સ્થળેથી રૂ.1.42 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

અમીરગઢ પોલીસ રવિવારે ઇકબાલગઢ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન ફરતા-ફરતા માઢીયા ગામની સીમ તરફ જતા બાતમીના આધારે માંડલીયા જંગલ વિસ્તાર સીમમાં રેડ કરતાં પાંચ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે ચાર જુગારીયા નાસી છૂટ્યા હતા. જુગારીયાઓ પાસેથી મોબાઈલ નંગ-6 કિંમત 21,500, રોકડ રકમ રૂ. 26,150, બાઇક કિંમત 45,000, ઓટો રીક્ષા કિંમત 50,000 મળીને કુલ રૂ.1,42,650 નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. પાંચ જુગારીયાઓને પકડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઝડપાયેલા પાંચ જુગારી
1. રમેશકુમાર વાસુદેવ ગોકાણી (રહે.કંથેરિયા હનુમાન,પાલનપુર)
2. રમેશભાઈ ખુશાલદાસ લખીયાણી (રહે.સુથારવાસ દિલ્હીગેટ,પાલનપુર)
3. હસમુખભાઈ કેવાભાઈ પ્રજાપતિ (રહે.સરોત્રા રોડ,અમીરગઢ)
4. જીતુભાઈ આસનદાસ સિંધી (રહે.કરજોડા)
5. ઝાકીરહુસૈન સુલેમાન મેમણ (રહે.પાલનપુર)

ફરાર જુગારી
1. જજસીભાઈ ઉકાભાઇ ઠાકોર,
2. મુકેશભાઈ હરીભાઇ ઠાકોર,
3. વિશાલભાઈ પોપટજી ઠાકોર,
4. મફાજી હીરાજી પરમાર (રહે.તમામ ઇકબાલગઢ)

અન્ય સમાચારો પણ છે...