તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઈકબાલગઢના ડો. ચિરાગ પરમારને પાલી પોલીસ ગર્ભપાતના કેસમાં ઉઠાવી ગઈ

અમીરગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે સત્યમ હોસ્પિટલમાંથી સોનોગ્રાફી મશીન જપ્ત કર્યું

અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ગામમાં ખાનગી પ્રેક્ટિસ કરતા ડો. ચિરાગ પરમારને રાજસ્થાનના પાલી શહેરની પોલીસ ગર્ભપાતના કેસમાં ઉઠાવી ગઇ હતી. પોલીસે તબીબની ક્લિનિકમાંથી સોનોગ્રાફી મશીન પણ જપ્ત કર્યું છે.

અમીરગઢ તાલુકાના ઇકબલગઢ ગામમાં આવેલી તથાગત ફાઉન્ડેશન સંચાલિત સત્યમ હોસ્પિટલમાં પ્રસુતિ ગૃહ,ગાયનેક સર્જીકલ હોસ્પિટલ અને સોનોગ્રાફી સેન્ટર ચલાવતા ડો. ચિરાગ વી પરમારને રાજસ્થાનના પાલી પોલીસે આવી પૂછ પરછ કર્યા બાદ અટકાયત કરી હતી ઉપરાંત પોલીસે સત્યમ હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન પણ કબ્જે કર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...