સમસ્યા:સાત પગલાં કાર્યક્રમમાં જતાં કાનપરાના 2 ખેડૂતોના મોત

અમીરગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કાનપુરા ગામથી અમીરગઢ જતાં જોરાપુરા પાટિયા પાસે વાહને બાઈકને ટક્કર મારી

વિરમપુરના કાનપુરાથી બે સ્થાનિકો શનિવારે અમીરગઢમાં એકલવ્ય મોડેલ સ્કૂલમાં યોજાઇ રહેલ સાત પગલાં કાર્યક્રમમાં જઇ રહ્યા હતા. તે દરમિયાન જોરાપુરા પાટિયા નજીક અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં બન્ને બાઇક સવારના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.પોલીસે અજાણ્યા વાહન વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અમીરગઢના જોરાપુરા પાટિયા નજીક શનિવારે વિરમપુરના કાનપુરા ગામના ગુજરાભાઇ ભૂરાભાઈ ખરાડી (ઉં.વ.40) તેમજ ગલાભાઈ વેલાભાઈ દામા બંને વ્યક્તિઓ મોટર સાઇકલ નંબર જીજે-08-સીએ-4064 પર અમીરગઢની મોડેલ સ્કૂલ ખાતે યોજાઇ રહેલ સાત પગલાં કાર્યક્રમમાં જઇ રહ્યા હતા. તે સમયે જોરાપુરા પાટિયા નજીક અજાણ્યા વાહને મોટરસાયકલને ટક્કર મારતા બંને રોડ ઉપર પટકાતાં ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. આ ઘટનાની જાણ અમીરગઢ પોલીસે બંનેના મૃતદેહને અમીરગઢની સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડયા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...