ટ્રકને ટક્કર:અમીરગઢ RTO ચેકપોસ્ટ નજીક ટ્રકના ચાલકે આગળ જતી ટ્રકને ટક્કર મારતાં ક્લીનરનું મોત

અમીરગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રક ચાલકને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયો

અમીરગઢ આરટીઓ ચેકપોસ્ટ નજીક રવિવારે વહેલી સવારે ટ્રકના ચાલકે આગળ જતી ટ્રકને ટક્કર મારતાં ક્લીનરનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ટ્રક ચાલકને ગંભીર ઇજા થતાં 108 મારફતે સારવાર અર્થે ખસેડાયો હતો. અમીરગઢ આરટીઓ ચેકપોસ્ટ નજીક રવિવારની વહેલી સવારે રાજસ્થાન તરફથી પાલનપુર તરફ જઇ રહેલી ટ્રક (પીબી-11-એએસ-9861) ચાલકે આગળ જતી ટ્રકને ટક્કર મારતા ક્લીનરનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ચાલકને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયો હતો.

અકસ્માત થતાં આગળ ચાલી રહેલી ટ્રકને ટ્રક ચાલક લઈને ભાગી ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ એલ એન્ડ ટી કંપનીના કન્ટ્રોલ ઇન્ચાર્જ યોગેશભાઈ મજેઠીયાને થતાં પેટ્રોલિંગ એમ્બયુલન્સ, 108 તેમજ ક્રેનને ઘટનાના સ્થળે મોકલાઇ હતી. ઘટનાની જાણ અમીરગઢ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ખુલ્લો કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...