ચોરી:અમીરગઢમાં રેલવે સ્ટેશન પર વેપારી પર હુમલો કરી 28 હજાર મત્તાની લૂંટ

અમીરગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભોગ બનનાર વેપારી - Divya Bhaskar
ભોગ બનનાર વેપારી
  • વેપારીએ બેગ ન છોડતા લુંટારાઓએ કહ્યું ગોલી માર દો કહેતાં બેગ છોડી
  • કારમાં આવેલા ત્રણ શખસો હુમલો કરી ફરાર થઈ ગયા

અમીરગઢ દુકાન ધરાવતા અને હાલ પાલનપુર રહેતા વેપારી સોમવારે સાંજે પાલનપુર ઘરે આવવા માટે અમીરગઢ રેલવે પ્લેટફોર્મ ઉપરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે ત્રણ શખસો આવી વેપારી પર હુમલો કરી તેમની પાસે રહેલી બેગ ઝુંટવાની કોશિષ કરતાં વેપારી બેગ ન છોડતાં ગોલીમાર દો ગોલીમાર દો કહેતાં વેપારીએ બેગ છોડી હતી. બેગમાં રૂ. 20 હજાર રોકડ અને 8 હજારના દાગીના લઇ લૂંટારૂ કારમાં ફરાર થઇ ગયા હતા. મૂળ અમીરગઢના હાલ પાલનપુરમાં તિરૂપતિ સોસાયટીમાં રહેતા નિલેશભાઇ જયંતીભાઇ સોની અમીરગઢ ખાતે વર્ષોથી સોના-ચાંદીની દુકાન ચલાવે છે. ત્યારે નિલેશભાઈ દરરોજ અપડાઉન કરી પાલનપુરથી અમીરગઢ આવે છે.

ત્યારે સોમવારે નિલેષભાઇ દુકાન બંધ કરી ઘરે પાલનપુર જવા માટે અમીરગઢ રેલવે સ્ટેશને પ્લેટફોર્મ ઉપરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે અચાનક ત્રણ શખસો આવ્યા હતા અને નિલેશભાઇ પાસે રહેલી બેગ ઝુંટવાની કોશિષ કરી હતી. જેથી નિલેશભાઇ બેગ ન છોડતાં ઝપાઝપી થઇ હતી ત્યારે લૂંટારૂઓએ કહ્યું કે ગોલીમાર દો ગોલીમાર દો કહેતાં જ નિલેશભાઇ બેગ છોડતાં ત્રણ લૂંટારાઓ રૂપિયા 20 હજાર રોકડા અને 8 હજારના ચાંદીના કંડલાની એક જોડ ભરેલી બેગ લઇ ભાગી છૂટ્યા હતા.

જો કે, નિલેશભાઇ આ ત્રણ લૂંટારૂઓ પાછળ દોડ્યા હતા. જો કે કારમાં બેસીને લૂટારૂઓ નાસવામાં સફળ રહ્યા હતા. સ્વીફ્ટ કાર લઇને આવેલ લૂંટારૂઓ અમીરગઢથી રાજસ્થાનના ચનાર તરફ કારને પુરઝડપે હંકારી નાસી છૂટ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારબાદ કારનો પીછો કર્યો હતો પરંતુ મોડે સુધી કોઈ કડી હાથ લાગી નહતી.

અન્ય સમાચારો પણ છે...