તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:વિરમપુરના કાનપુરા પાસે અંબાજીના પરિવારની ગાડી પલટતાં વૃદ્ધાનું મોત

અમીરગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વિરમપુરના કાનપુરા નજીક રવિવારે અંબાજીના સોની પરિવારની ગાડી પલટી જતાં વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. - Divya Bhaskar
વિરમપુરના કાનપુરા નજીક રવિવારે અંબાજીના સોની પરિવારની ગાડી પલટી જતાં વૃદ્ધાનું મોત નિપજ્યું હતું.
  • સોની પરિવાર અંબાજીથી વિરમપુર બર્થ ડે પ્રસંગમાં જતો હતો

અંબાજીનો સોની પરિવાર અમીરગઢ તાલુકાના વિરમપુરમાં બર્થ ડે પ્રસંગે આવતો હતો. ત્યારે કાનપુરા પાસે અચાનક ગાડીના ચાલકે સ્ટેયરીંગનો કાબુ ગુમાવતાં ગાડી પલટી ખાતાં એક વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. જ્યારે 3ને ઇજા થતાં પાલનપુર સારવાર માટે ખસેડાયા હતા. અંબાજીનો સોની પરિવાર રવિવારેના બપોરે પોતાની ગાડી જીજે-08-એપી-5942 લઈને વિરમપુર રહેતા મુકેશભાઈ તલકચંદ સોનીના પુત્રના બર્થ ડે પ્રસંગમાં આવી રહ્યા હતા.

આ બર્થ ડે પ્રસંગ વિરમપુર ખાતે આવેલા દેવ ડુંગરપુરીજીના મહારાજના મંદિર રાખેલ હતો જેથી ત્યાં જતાં કાનપુરા અને ઇસારવાના પાટિયા નજીક ગાડીના ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારતા કારમાં બેઠેલા હજાબેન મૂળચંદભાઈ સોની (ઉં.વ.આ.65) કાર નીચે આવી જતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

જ્યારે કિશનકુમાર પ્રકાશભાઇ સોની (ઉં.વ.24), ગીતાબેન પ્રકાશભાઇ સોની (ઉં.વ.45) અને ગોતમીકુમારી પ્રકાશભાઇ સોની (ઉં.વ.20)ને ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર માટે પાલનપુર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતાં લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...