તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:અમીરગઢના વગદડી બસસ્ટેન્ડ પાસે બે બાઇક અથડાતાં એક યુવકનું મોત

અમીરગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે યુવકોને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા

અમીરગઢ તાલુકાના વગદડી બસ સ્ટેન્ડ નજીક ગુરુવારે મોડી સાંજે બે બાઇક સામસામે ટકારાયા હતા. જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ઘટનાને લઇ લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા. વિરમપુર-અંબાજી હાઈવે પર અમીરગઢ તાલુકાના વગદડી બસ સ્ટેન્ડ નજીક ગુરુવારે મોડી સાંજે બાઇક નંબર જીજે-08-સીએચ-0982 અને જીજે-02-સીક્યૂ-1869 સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લાલાભાઈ અમરાભાઈ ખરાડીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

જ્યારે અન્ય યુવક મણાભાઈ ભૂરાભાઈ ખરાડી અને જગાભાઈ નાનજીભાઈ ખરાડીને ગંભીર ઇજાઓ થતાં તેમને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...