અકસ્માત:ટ્રેલર ચાલકે બ્રેક મારતાં પાછળ આવતા બે વાહનો અથડાતાં ટ્રક ચાલકનું મોત, માવલ પોલીસ ચેકપોસ્ટ નજીક વહેલી સવારે અકસ્માત

અમીરગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનના માવલ પોલીસ ચેકપોસ્ટ નજીક બુધવારેવહેલી સવારે ચાર વાગ્યાના સુમારે સ્પીડબ્રેકરના કારણે ટ્રેલરના ચાલકે બ્રેક મારતા તેની પાછળ આવી રહેલા દૂધના ટેન્કર ચાલક નંબર જીજે-08-એવી-9033 એ પણ બ્રેક મારતાં અથડાયું હતું.  જ્યારે તેની પાછળ સિકન્દ્રાબાદથી અમદાવાદ લોખંડની પાઇપો ભરીને જતી ટ્રક નંબર એચઆર-55-વી-6646 ના ચાલક ટ્રકને બ્રેક કરતા ટ્રકદૂધના ટેન્કર સાથે ટકરાતા ટ્રકની અંદર ભરેલી લોખંડની પાઇપો ટ્રકની બોડી તોડીને કેબીનના ભાગમાં આવી જતા ટ્રકનો આગળની બોડી જુદી થઇ ગઇ હતી અને અંદર બેસી રહેલા ચાલક સકીલખાન પાઇપોની નીચે દબાઈ જતા તેનું ટ્રકની અંદર મોત નીપજ્યું હતું. ટ્રક ચાલક સકીલખાન ટ્રકના કેબીનની બોડીમાં ફસાઇ જતા લાશને ચાર કલાકની મહેનત બાદ ક્રેન વડે કેબીન દૂર કરી પતરા કાપીને મહા મુસીબતે બહાર કાઢી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફ દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...