આક્ષેપ:અમીરગઢના ડાભેલીમાં શેરી શિક્ષણમાંથી ઘરે જતી બાળકીનું ડમ્પરની ટક્કરથી મોત

અમીરગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકોની બેદરકારીથી માસૂમ બાળકીએ જીવ ખોયો હોવાનો આક્ષેપ

અમીરગઢ તાલુકાના ડાભેલી ગામે શેરી શિક્ષણના કલાસમાં ભણીને ઘરે જઇ રહેલી છ વર્ષની બાળકીનું ડમ્પરની ટક્કરે મોત નિપજતાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. શિક્ષકોની બેદરકારીના લીધે આ ઘટના ઘટી હોવાનો અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો. અમીરગઢ તાલુકાના ડાભેલી પ્રાથમિક શાળાથી 100 મીટર દૂર આવેલ ગુલાભાઈ જોરાભાઈ ડામોરના ઘરે શેરી શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું. તે સમય દરમિયાન ડાભેલી પ્રાથમિક શાળા નજીક પસાર થઇ રહેલી કિંજલબેન રામાંભાઈ ચૌહાણ (ઉ.વ.6)ને કપચી ભરેલા ડમ્પર નંબર જીજે. 08. એયુ. 4244ની અડફેટે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

આ સમગ્ર ઘટનાને નજરે નિહાળનાર ડાભેલી પ્રાથમિક શાળાના શિક્ષકો ત્યાં થી ફરાર થઈ જતા લોકોના ટોળા એ શિક્ષકો પર રોષે ભરાયા હતા. આ અંગે આક્ષેપો કરતાં અમીરગઢ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દરજાભાઈ દેસાઈએ જણાવ્યું હતુ કે શિક્ષકોની બેદરકારીના કારણે આ બનાવ બન્યો છે. બાળકી ત્રણ કિલોમીટર દૂર આવેલ માતાના ફળીયાની છે જો શિક્ષકો દ્વારા આ ફળિયાના બાળકોને અહીં ના બોલાવ્યા હોત તો આ બનાવ ના બન્યો હોત.બાળકો ને ભણાવવામાં આવી રહ્યા હતા તો આ બાળકી રોડ પર કેવી રીતે આવી એ પણ એક સવાલ ઉભો થયો છે.

અન્ય સમાચારો પણ છે...