કાર્યવાહી:માવલ ચેકપોસ્ટ પરથી 39 વાછરડાં ભરેલા કન્ટેનર સાથે 4 શખ્સ ઝબ્બે

અમીરગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાન પોલીસે અમદાવાદ લઇ જવાતાં 39 વાછરડાં ભરેલું ટેન્કર સોમવારે માવલ ચેકપોસ્ટ પરથી ઝડપ્યું હતું. - Divya Bhaskar
રાજસ્થાન પોલીસે અમદાવાદ લઇ જવાતાં 39 વાછરડાં ભરેલું ટેન્કર સોમવારે માવલ ચેકપોસ્ટ પરથી ઝડપ્યું હતું.
  • રાજસ્થાનમાંથી વાછરડાં ભરી કન્ટેનરમાં અમદાવાદ લઇ જવાતાં હતા

અમીરગઢ નજીક માવલ પોલીસ ચેકપોસ્ટ પરથી ખીચોખીચ 39 વાછરડા ભરેલું કન્ટેનર સોમવારે સવારે રાજસ્થાન પોલીસે ઝડપી લીધું હતું. વાછરડાને નજીકની ગૌશાળામાં લઈ જવાયા હતા. ચાર શખસોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અમીરગઢ તાલુકામાં આવેલ માવલ પોલીસ ચેકપોસ્ટ પર રાજસ્થાન પોલીસ સ્ટાફ સોમવારે પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતું આરજે-18-જીએ-6927 નંબરના કન્ટેનરને પોલીસને શંકા જતાં રોકી તપાસ કરતાં તેમાં 39 વાછરડા ભરેલા મળી આવ્યા હતા. કન્ટનેરમાં રાજસ્થાનના ટાંક જિલ્લાના ઇસ્લામપુરાથી વાછરડા ભરીને અમદાવાદ લઇ જવાતા હતા.

ઝડપાયેલા 4 શખ્સો
1.મદનલાલ રતનલાલ બાગરીયા (ઉં.વ.28) (રહે.બજરંગ ચૌક, હરનૌદા, તાલુકો-માલપુરા,જિલ્લો-ટોંક)
2. રાજસિંહ જયપાલસિંહ રાજપૂત (ઉં.47) (રહે.ભાદુગઢ જોહરીનગર, હરિયાણા)
3.આશિક સરીફ બંજારા (મુસલમાન) (ઉં.વ.25) (રહે.ઇસ્લામપુર પોલીસ ચોકી, જિલ્લો-ટોંક)
4.કાલુ ખાજુ બંજારા (મુસલમાન) (ઉં.35) (રહે.ઇસ્લામપુર પોલીસ ચોકી, જિલ્લો-ટોંક)

અન્ય સમાચારો પણ છે...