તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખો ચુકાદો:કપાસિયામાં આખલાને મારનારા 3 શખ્સને 3 ટ્રેકટર ઘાસ,3 બોરી અનાજનો દંડ

અમીરગઢ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
કપાસિયા ગામમાં નંદીને માર મારતાો વિડીયો વાયરલ કર્યા બાદ ત્રણેય શખ્સને ત્રણ ટ્રેકટર ભરી ચાર, ત્રણ બોરી અનાજનો દંડ કરાયો હતો. - Divya Bhaskar
કપાસિયા ગામમાં નંદીને માર મારતાો વિડીયો વાયરલ કર્યા બાદ ત્રણેય શખ્સને ત્રણ ટ્રેકટર ભરી ચાર, ત્રણ બોરી અનાજનો દંડ કરાયો હતો.
 • 3 શખ્સોએ નંદીને ઝાડ સાથે બાંધી માર મારતો વીડિયો વાયરલ કર્યો હતો,સરપંચ,જીવદયાપ્રેમી અને આગેવાનો દ્વારા દંડ કરાયો

અમીરગઢના કપાસીયા ગામમાં મંગળવારે 3 જણાએ નંદીને ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના વિડીયોના માધ્યમથી સામે આવતા સેવાભાવી લોકોએ પોલીસને લેખિત રજૂઆત કરી હતી જે બાદ પોલીસને સાથે રાખી પશુ સાથે ક્રૂરતા દાખવનાર ત્રણને ઝડપી ઠપકો આપી આવું કૃત્ય બીજીવાર ન કરે એ માટે સમાજની વચમાં ત્રણ ટ્રેકટર ભરી ઘાસ અને ત્રણ બોરી અનાજના દંડની સજા કરાઇ હતી.

કપાસિયા ગામમાં નંદીને કોઈ ત્રણ શખસો દ્વારા 3 - 4 દિવસ અગાઉ ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો. જેનો વિડીયો વાઇરલ થતાં ગૌ સેવકો તેમજ જીવદયા પ્રેમીઓ ચોંકી ઊઠયા હતા. એકતા એ જ લક્ષ સંગઠન અને ગૌ રક્ષા દળ બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ રોનકભાઈ ઠક્કરએ અમીરગઢ પોલીસને લેખિત રજુઆત કરી હતી.

જે બાદ આ મામલાની ગંભીરતા લઈને પીએસઆઈ સહિતનો સ્ટાફ કપાસિયા ગામે દોડી ગયો હતો. જ્યાં વિડીયો ઉતારનાર ત્રણે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જોકે આરોપીઓ બીજીવાર આવું કૃત્ય ન કરે અને બીજા લોકો પણ આવું કૃત્ય કરવા ન પ્રેરાય તે માટે સમગ્ર રબારી સમાજ સમક્ષ તેમજ જીવદયાપ્રેમીઓ સમક્ષ માફી મંગાવી ગાયો માટે ઘાસ અને અનાજની વ્યવસ્થા કરવા દંડ કરી દીધો હતો.

રોનકભાઈ ઠક્કરએ જણાવ્યું હતું કે "અનિલભાઈ ગઢવી, શ્યામસિંગ ડાભી, રાજસ્થાનથી પ્રાંતના નરેન્દ્રભાઈ વણઝારા, જિલ્લા પ્રમુખ રણછોડભાઇ પુરોહિત, હિતેશભાઈ પરમાર, યોગેન્દ્રસિંહ, હરપાલસિંહ, કૃષ્ણપાલસિંહ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ કપાસિયા ગામના સરપંચ પ્રભુભાઈ રબારી તેમજ ગામના આગેવાનો સાથે મળી નંદીને માર મારનાર દીપાભાઇ મોડાજી મેઘવાળ, રેવાભાઇ વીરાજી મેઘવાળ તથા જીવાભાઇ કેશાજી રબારી ઝડપાયા હતા. આગેવાનોએ દંડમાં ત્રણ ટોલા ઘાસ અને પક્ષીઓને 3 બોરી અનાજ અને ફરીથી કોઈ દિવસ અબોલ પશુઓ પર આવો અત્યાચાર નહિ ગુજારે એવી માફી મંગાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો