તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ઈકબાલગઢ નજીક ગાયને બચાવવા જતાં લકઝરી પલટી જતાં 15 મુસાફરોને ઈજા, ઇજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

અમીરગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
લકઝરીબસ પલટી જતાં મુસાફરોને ઇજા થવા થઈ હતી. - Divya Bhaskar
લકઝરીબસ પલટી જતાં મુસાફરોને ઇજા થવા થઈ હતી.

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક ગંગાસારના પાટીયા નજીક ગુજરાતથી રાજસ્થાન તરફ જતી લકઝરી બસ શનિવારે મોડી રાત્રીએ પલટી ગઇ હતી. ચાલકે ગાયનેે બચાવવા જતાં અચાનક બ્રેક મારતાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં 15 જેટલા મુસાફરોને વધતી ઓછી ઇજાઓ થવા પામી હતી. ઇજાગ્રસ્તોને 108 દ્વારા પ્રાથમિક સારવાર આપી પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

અમીરગઢના ઇકબાલગઢ નજીક શનિવારે મોડીરાત્રે ગુજરાતથી રાજસ્થાન તરફ એક લકઝરી બસ પસાર થઇ રહી હતી. તે દરમિયાન હાઇવે ઉપર અચાનક આવેલી ગાયને બચાવવા માટે ચાલકે બ્રેક મારતાં બસ પલટી હતી. આ અકસ્માતમાં મુસાફરોને વધતી ઓછી ઇજાઓ થવા પામી હતી. ઇજાગ્રસ્તોને 108 દ્વારા પ્રાથમિક સારવાર આપી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે ટ્રાફિક જામ થયો હતો.જ્યાં અમીરગઢ પોલીસ તેમજ એલ.એન્ડ ટી.નો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...