ચૂંટણી પરિણામ:દાંતાની ચૂંટણીમાં વોર્ડ નં. 6 અને 10 માં પુત્ર અને માતાની સામે પ્રતિસ્પર્ધી દંપતીની કારમી હાર

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દાંતા તાલુકાની 42 ગ્રામ પંચાયતો ની ચૂંટણી ની મત ગણત્રી  દાંતા ની સરભવાની સિંહ વિદ્યાલય ખાતે યોજવા માં આવી હતી. જેને લઈ વહેલી સવારથીજ તાલુકા મથકે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. - Divya Bhaskar
દાંતા તાલુકાની 42 ગ્રામ પંચાયતો ની ચૂંટણી ની મત ગણત્રી દાંતા ની સરભવાની સિંહ વિદ્યાલય ખાતે યોજવા માં આવી હતી. જેને લઈ વહેલી સવારથીજ તાલુકા મથકે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો.
  • સાંજ સુધીમાં 42 પૈકી 13 ગ્રામ પંચાયતોના પરિણામ બહાર આવ્યા

દાંતા તાલુકાની કુલ 42 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મત ગણતરી દાંતાની સરભવાનીસિંહ વિદ્યાલય ખાતે મંગળવારે યોજવામાં આવી હતી. જેને લઇ વહેલી સવારથીજ તાલુકા મથકે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. હકડેઠઠ ભીડ વચ્ચે વિજેતા ઉમેદવારોના વિજય સરઘસને લઈ એક પછી એક વિજેતાઓને સમર્થકો દ્વારા વિજય માળાથી સન્માનિત કરતા જોવા મળ્યા હતા. કાસા ગામે ચૂંટણીમાં આશ્ચર્યજનક પરિણામ બહાર આવ્યું હતું. જેમાં સાસુ સામે વહુ જંગે ચડી હતી પરંતુ બન્નેની કારમી હાર થતા અન્ય એક ઉમેદવાર કેળીબેન 488 મતે વિજય પ્રાપ્ત કર્યો હતો.

બીજી તરફ સમગ્ર તાલુકાની જેના પર મીટ હતી તેવી તાલુકા મથક દાંતાની ચૂંટણીમાં વોર્ડ નંબર વોર્ડ નંબર -6 માં વીરેન્દ્રસિંહ ગુર્જર (પુત્ર) સામે રાકેશ બાબુજી ઠાકોર (પતિ ) અને વોર્ડ નં. 10 માં સરસ્વતીબેન ગુર્જર (માતા) સામે પ્રવિણાબેન રાકેશભાઈ ઠાકોર (પત્ની)ની કારમી હાર નોંધાઈ હતી.

એ સાથે જ સરપંચના ઉમેદવાર એવા હરપાલસિંહની કુકરની પેનલમાં બાર વોર્ડ પેકી એક સમરસ થતા અગિયાર વોર્ડમાંથી નવ વોર્ડમાં કુકરની પેનલનો જ્વલંત વિજય નોંધાયો હતો. જોકે સરપંચના મતોની ગણત્રી સાંજના પોણા છ કલાકે શરૂ કરવામાં આવી હતી. સાંજ સુધીમાં 42 પૈકી 13 ગ્રામ પંચાયતોના પરિણામ બહાર આવ્યા હતા. દરમિયાન હજુ પણ આ લખાઇ રહ્યું છે ત્યારે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ગણત્રી કાર્યવાહી ચાલુ રહેવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...