અકસ્માત:અંબાજી-આબુ માર્ગ ઉપર જીપ મીનીટ્રક ટકરાતાં બે જણને ઇજા

અંબાજીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતને પગલે ત્રણ કિ.મી. સુધી ટ્રાફિકજામ થઈ ગયો

અંબાજી-આબુ માર્ગ પર રવિવારે એક મીનીટ્રક અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં જીપમાં સવાર બે જણ ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતને પગલે ત્રણ કિ.મી. સુધી ટ્રાફિકજામ થતાં પોલીસે પહોંચી વાહનોને માર્ગ પરથી ખસેડી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો.

ઉદેપુર-શામળાજી હાઇવે બંધ હોવાને કારણે આબુરોડ-અંબાજી માર્ગ ઉપર રવિવારે ટ્રાફિકનૉ ભારે ઘસારો જોવા મળ્યો હતો. દરમિયાન અંબાજી-આબુ માર્ગ પર એક મીનીટ્રક અને જીપ વચ્ચે અકસ્માત સર્જાવા પામ્યો હતો. જેમાં જીપમાં સવાર બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. જોકે પોલીસે તાત્કાલિક ધોરણથી અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગ પરથી ખસેડી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...