તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:દાંતા નજીક ટ્રક-બાઇક ટકરાતાં બેના મોત

અંબાજી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતક સ્રી અને પુરૂષ દાંતા તાલુકાના ચોરાસણ ગામના હોવાની ચર્ચા

દાંતા નજીક કણબીયાવાસ તરફ જતા ઘાટી માર્ગ પર ટ્રક અને બાઈક સામસામે ટકરાતાં બાઇક પર સવાર એક સ્ત્રી અને પુરુષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ગુરુવારે સાંજે ઘટેલી ઘટનાને લઇ ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી. દાંતા નજીક કણબીયાવાસ તરફ જતા ઘાટી માર્ગ પર ઉતરી રહેલા એક આઇશર ટ્રક સામે બાઇક ધડાકાભેર અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જ્યાં બાઈક પર સવાર એક સ્ત્રી અને પુરુષનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માતમાં બાઈક સવારના અંગો પણ ક્ષતવિક્ષત થઈ જવા પામ્યા હતા. ઘટનાની જાણ દાંતા 108 સહિત દાંતા પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બન્ને મૃતકોના શબને દાંતા રેફરલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મરણજનાર બન્ને દાંતા તાલુકાના ચોરાસણ ગામના હોવાની ચર્ચા થઇ રહી છે. મોડી સાંજ સુધી કોઇ ફરિયાદ નોંધાવા પામી ન હતી.

અન્ય સમાચારો પણ છે...