દુર્ઘટના:અંબાજી ત્રિશુળીયા ઘાટ ઉપર દાણનું ભૂસું ભરેલ ટ્રક પલટી ગઈ, ટ્રક ચાલક કેબીનમાં ફસાઈ જતાં ચાર કલાકની જહેમત બાદ બહાર કાઢ્યો

અંબાજીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંબાજી માર્ગ ઉપરના ત્રિશુળીયા ઘાટ ઉપર ગુરુવારે વહેલી પરોઢના દાણનું ભુસું ભરેલ ટ્રક( એચઆર-56-એ-5789 )ના હનુમાન મંદિર પાસેના કામ ચલાઉ માર્ગ ઉપર માટીમાં ટ્રક ચાલકે એકાએક સ્ટેયરિંગ ઉપરનો કાબુ ગુમાવતાં પલટી ખાઈ જવા પામી હતી. જેમાં ટ્રક ચાલક ટ્રકના કેબીનના કાટમાળમાં ફસાઇ ગયો હતો. દાંતા પોલીસ સહિત દાંતાના યુવાનો અને માર્ગની કામગીરી કરી રહેલા એજન્સીના કર્મચારીઓએ ગેસ કટરની મદદથી ચાર કલાકની ભારે જહેમત બાદ બહાર ચાલકને કાઢવામાં આવ્યો હતો. જોકે ટ્રક ચાલક અને ક્લીનરને સામાન્ય ઇજા બાદ કરતા આબાદ બચાવ થવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...