તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:દાંતાના ગંગવામાં વ્યસની પુત્રએ નાણાંની લેવડ -દેવડમાં સાવકી માતાની હત્યા કરી

અંબાજી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રિ દરમિયાન પૈસાની ઉઘરાણી બાબતે ઉગ્ર બોલાચાલીમાં ખુની ખેલ ખેલાયો,માતાની હત્યા કરી પુત્ર ફરાર થઈ ગયો

દાંતા તાલુકાના ગંગવા ગામે શનિવારે રાત્રે વ્યસની પુત્રએ નાણાંની લેવડ- દેવડમાં માતા ઉપર લાકડી - ધોકા વડે હુમલો કરી કરપીણ હત્યા કરતાં ગામમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. આ અંગે મૃતકના પુત્રએ દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ખુની ખેલ ખેલીને ફરાર થઇ ગયેલા પુત્રને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગંગવા ગામે રહેતા વાદી પરિવારમાં શનિવારની રાત્રીના સુમારે રણજીતભાઈ લાલાભાઇ વાદીને તેની સાવકી માતા ઉડીબેન લાલાભાઇ વાદી સાથે પૈસાની ઉઘરાણી બાબતે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેમાં રણજીત ઉશ્કેરાઈ જઇ ઉડીબેનને લાકડીના ધોકા વડે માથા અને હાથ પગના ભાગે જીવલેણ પ્રહાર કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ અંગે મૃતક ઉડીબેનના પુત્ર રોહિત લાલા વાદીએ દાંતા પોલીસ મથકે હત્યારા રણજીત લાલા વાદી સામે દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ અજય જાદવ સહીત પોલીસ કર્મીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાંથી મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

દાંતા તાલુકાના ગંગવામાં રહેતા લાલાભાઇ વાદીએ અગાઉ લગ્ન કર્યા હતા. જે પત્નિ થકી રણજીતનો જન્મ થયો હતો. જોકે, તે પત્ની મૃત્યુ પામતાં બીજા લગ્ન કર્યા હતા. જેના થકી બીજો પુત્ર રોહિત જનમ્યો હતો. દરમિયાન નાણાંની લેવડ - દેવડમાં રણજીતે તેની સાવકી માતાને મોતને ઘાટ ઉતારી હતી.

અન્ય સમાચારો પણ છે...