ચોરીનો પ્રયાસ:દાંતાના મોટાસડામાં મંદિર-કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી

અંબાજી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો 45,000ના મુદ્દામાલની ચોરી ફરાર, દૂધ મંડળીના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો

દાંતા તાલુકાના મોટાસડા ગામે દસ દિવસ અગાઉ તસ્કરોએ બાણેશ્વરી માતાજીના મંદિર તેમજ એક કરિયાણાની દુકાનમાંથી રૂપિયા 45,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. અા અંગે સોમવારે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ગૂનો નોધી તેમને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.દાંતા તાલુકાના મોટાસડા ગામે તારીખ 24/09/2021ની રાત્રે અજાણ્યા શખ્સોએ બાણેશ્વરી માતાજીના મંદિરની જાળીનું શટરનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો.

જ્યાંથી રૂપિયા 35,000ના ચાંદીના આઠ છતર 500 ગ્રામ વજનના ચોરી કરી ગયા હતા. આ ઉપરાંત ગામના ગલબાભાઇ દલછાભાઇ પ્રજાપતિની કરિયાણાની દુકાનનો દરવાજાનો નકુચો તોડી અંદરથી રૂપિયા 10,000નો મુદ્દામાલ ચોર્યો હતો. તેમજ દૂધ મંડળીના તાળા તોડી અંદર ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ અંગે અશોકભાઇ શાંતિલાલ રાવલે દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૂનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...