તંત્રની નફ્ફટાઇ:અંબાજીમાં ગ્રામહાટની દુકાનોને તાળાં વાગ્યા

અંબાજી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરીબ લોકોને રોજગાર અર્થે ઉભું કરેલ ગ્રામહાટ પર ગ્રામ પંચાયતનો કબજો

યાત્રાધામ અંબાજીમાં છૂટક ધંધો કરતી આદિવાસી બહેનોના રોજગાર અર્થે અંદાજીત વીસેક લાખના ખર્ચે ગ્રામ હાટ ઉભું કરવામાં આવ્યું છે. જોકે અંબાજી ગ્રામ પંચાયત દ્વારા આ મિલ્કત પર કબ્જો જમાવી તાળા મારી દીધા હતા. જેને લઈ મંગળવારે તાલુકા પંચાયત દાંતા દ્વારા તમામ છ દુકાનોનો કબ્જો લઈ તાલુકા પંચાયતના તાળા મારતા અંબાજીમાં ચકચાર પ્રસરી જવા પામી હતી.

અંબાજી ખાતે બસસ્ટેન્ડની બહારના ભાગે અને ગ્રામ પંચાયતની સામેના જ ભાગે ડી આર ડી એ દ્વારા શ્યામાપ્રસાદ રૂર્બન મિશન યોજના હેઠળ અંદાજિત 20 લાખના ખર્ચે ગ્રામ હાટ ઉભું કરવામાં આવ્યું છે. જોકે છ દુકાનો અને ઉપરના ભાગે ક્લસ્ટર હોલ ધરાવતા હાટની દુકાનોને અંબાજી ગ્રામ પંચાયત દ્વારા તાળા મારી દીધા બાદ દુકાનોના શટર પર ગ્રામ પંચાયતની માલિકી હોવાના સ્ટીકર લગાવી દીધા હતા.

જેને લઈ મંગળવારે દાંતા તાલુકા પંચાયત દ્વારા દુકાનોને તાલુકા પંચાયતના તાળાબંધી કરી હક્ક પ્રસ્થાપિત કરતા ભારે ચકચાર પ્રસરી જવા પામી હતી. આ અંગે દાંતા તાલુકા મિશન મંગલમ ના એલ.ઍચ.એમ.અંકિત પંચાલના જણાવ્યા મુજબ અંબાજીમાં ઉભું કરેલ ગ્રામ હાટ એન આર એલ એમ યોજના તળે ઉભું કરવામાં આવ્યું છે.જેમાં સખીમંડળ જૂથની બહેનોને રોજગાર કરી શકે અને મેળવી શકે તેવા હેતુથી ઉભું કરવામાં આવ્યું હતું.

પરંતુ આ છ દુકાનો પૈકીની ત્રણ દુકાનોની માગણી અંબાજી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી હતી જે પ્રોસેસ માં છે. પરંતુ ગ્રામ પંચાયત દ્વારા તમામ દુકાનોને તાળા મારી દુકાન માં પ્રવેશ કરવો નહિ તેવા સ્ટીકર મારી દીધા હતા જેને દાંતા તાલુકા પંચાયત દ્વારા કબ્જો લઈ લેવામાં આવ્યો છે.બીજી તરફ અંબાજીમાં જયારે ત્યારે કેટલાક દબાણદારો ને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અંબાજી ગ્રામ પંચાયત દ્વારા શોપિંગ ઉભા કરી વેપારીઓને દુકાનો આપી હતી. પરંતુ આજે પણ આ વૈકલ્પિક વ્યવસ્થા વાળા વેપારીઓને મળેલ દુકાનો ઉપરાંત માર્ગ પર દબાણ ખુલ્લું ન કરી બન્ને તરફનો લાભ ખાટતા હોવાના ગંભીર આક્ષેપો અંબાજીની પ્રજામાં ઉઠવા પામ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...