અક્સ્માત:દાંતાની નદીમાં જેક ખસી જતાં ટ્રેકટરની ટ્રોલી નીચે આવી ગયેલા યુવકનું મોત

અંબાજી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
દાંતાના પુંજપુર નજીક નદીમાં પંચર પડેલા ટ્રેકટરની ટ્રોલીનું ટાયર બદલી વખતે જેક ખસી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. - Divya Bhaskar
દાંતાના પુંજપુર નજીક નદીમાં પંચર પડેલા ટ્રેકટરની ટ્રોલીનું ટાયર બદલી વખતે જેક ખસી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
  • પંચર પડેલા ટ્રેકટરની ટ્રોલીનું ટાયર બદલી વખતે દુર્ઘટના સર્જાઇ

દાંતા તાલુકાના પુંજપુર ગામ નજીક નદીના પટમાં ટ્રેકટરની ટ્રોલીનું ટાયર બદલતી વખતે અચાનક જેક ખસી જતાં ટ્રોલી નમી ગઇ હતી. જેની નીચે દબાઇ જતાં એક યુવકનું મોત નિપજ્યું હતુ. જ્યારે એકને ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

પુંજપુર અને બળવંતપુરા વચ્ચે પસાર થતી નદીના પટમાં બુધવારે એક ટ્રેકટરની ટ્રોલીમાં રેતી ભરવામાં આવી રહી હતી. જોકે, ટ્રોલીના ટાયરને પંકચર પડેલું હોઇ જેક ચઢાવી ટાયર બદલવામાં આવી રહ્યું હતુ. તે દરમિયાન જેક ખસી જતાં ટ્રોલી નમી ગઇ હતી. જેના નીચે આવી જતાં અંબાજી તળેટીના નૌકારામ આદિવાસી (ઉ.વ. 40)ને ગંભીર ઇજાઓ થઈહતી. જેમને દાંતા 108ના પાયલટ મહેન્દ્રસિંહ બારડ અને ઇએમટી ભરતસિંહ ગોહિલે દાંતા સીએચસીમાં ખસેડ્યા હતા.પણ મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય એક યુવકને ઇજા થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...