દરખાસ્તનો ફિયાસ્કો:અંબાજી ગ્રામ પંચાયતના ઉપ સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્તનુ સૂરસુરિયું

અંબાજીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દરખાસ્ત રજૂ કરનાર એક માત્ર સદસ્ય હાજર રહ્યાં

અંબાજી ગ્રામ પંચાયતના ઉપ સરપંચ સામેની દરખાસ્તનું સૂરસુરિયું થયું છે. દરખાસ્ત મુકનાર એકમાત્ર સદસ્ય જ સામાન્ય સભામાં હાજર રહેતાં અવિશ્વાસની દરખાસ્ત ઉડી જવા પામી છે. અંબાજી ગ્રામ પંચાયતના ઉપ સરપંચ બળદેવભાઈ પટેલ વિરુદ્ધ બાર સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કલ્પનાબેન પટેલની આગેવાનીમાં રજુ કરાતાં શુક્રવારે અંબાજી ગ્રામ પંચાયતમાં સામાન્ય સભા મળી હતી. જ્યાં વિરોધી પક્ષે માત્ર એક વ્યક્તિ ઉપસ્થિત રહેતા અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો થવા પામ્યો હતો. આ અંગે ગ્રામ પંચાયત સેક્રેટરી જે. ડી. રાવલના જણાવ્યા મુજબ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરનાર કલ્પનાબેન પટેલ એક માત્ર પંચાયતમાં ઉપસ્થિત થઈ અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચવા માટે લેખિત આપ્યું હતું. પરંતુ અન્ય કોઈ સભ્યો હાજર ન રહેતા દરખાસ્તનો રકાસ થતાં બળદેવભાઈ પટેલ ઉપ સરપંચ પદે યથાવત રહેવા પામ્યા છે.

અન્ય સમાચારો પણ છે...