દર્શન:શરદ પૂર્ણિમાએ અંબાજી, શંખલપુર અને ખેડબ્રહ્મામાં દર્શનાર્થીઓનું ઘોડાપૂર

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શરદ પૂર્ણિમાએ અંબાજી મંદિર ભક્તોથી ઊભરાયું - Divya Bhaskar
શરદ પૂર્ણિમાએ અંબાજી મંદિર ભક્તોથી ઊભરાયું

શરદ પૂર્ણિમાએ યાત્રાધામ અંબાજી અસંખ્ય માઇભક્તોથી ઊભરાયું હતું. નિત્ય પુનમીયા દર્શનાર્થીઓ સહિત ઉત્તર ગુજરાતના ગામે ગામથી ઉમટેલા પદયાત્રી શ્રદ્ધાળુઓને લઇ વહેલી સવારથી જ માં અંબાનું મંદિર શ્રદ્ધાળુઓના જયજયકારથી ગુંજી ઉઠ્યું હતું. તો બીજી તરફ ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા માઇભક્તોને માતાજીના પ્રસાદ સમા કુમકુમના પ્રસાદનું ઘર બેઠા થયેલ વિતરણને પણ માઇભક્તોએ અનન્ય શ્રદ્ધાથી આવકારી હતી.

એટલુંજ નહિ ‘દિવ્ય ભાસ્કર’ ની પહેલને મુક્ત મને પ્રશંસા કરી હતી. પૂનમે રાત્રીએ માં ના ચાચર ચોકમાં દૂધ-પૌવાનો પ્રસાદ લઇ ભક્તોએ દર્શન સહિત પ્રસાદનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી. પૂનમે પચાસ હજાર જેટલા શ્રદ્ધાળુઓએ માં ના દર્શન કરી ધન્ય બન્યા હોવાનું ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું.

શંખલપુરમાં બહુચર મૈયાને ફળોનો મનોરથ
તાલુકાના શંખલપુર સ્થિત બહુચર માતાજીના 5200 વર્ષ પ્રાચીન આદ્યસ્થાનકે બુધવારે શરદપૂર્ણિમા નિમિત્તે અનેક શ્રદ્ધાળુઓએ દર્શન કરી જીવનની ધન્યતા અનુભવી હતી. બાલા સ્વરૂપા માતાજીને નયનરમ્ય શણગાર તેમજ વિવિધ ફળફળાદીનો મનોરથ કરાયો હતો.

ખેડબ્રહ્મામાં માતાના દર્શન સાથે ભોજન પ્રસાદનો લાહવો
પ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મામાં શરદ પૂનમ નિમત્તે મા અંબાના મંદિરને ફૂલ અને લાઈટિંગથી શણગારવામાં આવ્યું હતું. બુધવારે સવારથી જ મોટી સંખ્યામાં યાત્રાળંુ ઉમટી પડતાં ચાચર ચોકમાં ભક્તોથી ભરચક થઈ ગયો હતો. ભક્તોએ માતાજીના દર્શન કરી શ્રીફળ, કંકુ, ચુંદડી, પ્રસાદ ચડાવી ધન્યતા અનુભવી હતી. મંદિર ટ્રસ્ટ અને સ્ટાફ દ્વારા દર્શનાર્થીઓ માટે વહેલી સવારથી જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી ખેડબ્રહ્મા પીએસઆઇ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. ભક્તોને રૂ.40 માં ભોજન પ્રસાદમાં આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...