સુનાવણી:દાંતાના મોટાસડાની 2 મહિલાને ત્રાસ આપવાના કેસમાં 7ને 5 વર્ષની સજા

અંબાજી6 મહિનો પહેલા
  • કૉપી લિંક

દાંતા તાલુકાના મોટાસડાની બે સગી બહેનો ઉપર તેમના પતિઓએ શારિરીક માનસિક ત્રાસ ગુજાર્યો હતો. આ અંગેનો કેસ દાંતાની કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે બંને પતિઓ સહિત સાત વ્યકિતઓને ત્રણ વર્ષની સજા અને 5 હજારના દંડનો હુકમ કર્યો હતો.

દાંતા તાલુકાના મોટાસડાના મદારસિંહ સોલંકીએ પોતાની બે દીકરીઓના લગ્ન ગાંધીનગર ખાતે જયદિપસિંહ પ્રતાપસિંહ મકવાણા અને મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ મકવાણા સાથે કર્યા હતા. જોકે, બંને જણાએ દહેજની માંગણી કરી, વાહનોની માંગણી કરી શારિરીક- માનસિક ત્રાસ ગુજાર્યો હતો. અને બંને બહેનોને છુટાછેડા આપ્યા વીના અન્ય યુવતીઓ સાથે લગ્ન કરી દીધા હતા.

આ અંગેનો કેસ દાંતાની એડિશનલ ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ બી. કે. અવાસિયાએ 20 વર્ષના અંતે સરકારી વકીલ એમ. સી. મહેશ્વરીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓ પ્રતાપજી ચેલાજી મકવાણા, મેતુબા પ્રતાપજી મકવાણા, પતિ જયદીપસિંહ પ્રતાપજી મકવાણા, પતિ મહેન્દ્રસિંહ પ્રતાપજી મકવાણા, બેનુબા મહોબ્બતસિંહ મકવાણા, મહોબ્બતસિંહ રણછોડજી મકવાણા તેમજ બઈબા મહોબ્બતસિંહ મકવાણાને આઇ પી સી ક. 498 (ક) હેઠળ 3 વર્ષની સજા તથા 15,000નો દંડ, 494 હેઠળ 5 વર્ષની સજા તેમજ 5000 હજાર દંડનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...