કાર્યક્રમ:માર્ગ અને મકાન મંત્રીએ અંબાજીથી પૂર્ણેશ મોદી એપ અને વેબસાઇટનું લોન્ચિંગ કર્યું

અંબાજી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગની યોજનાઓની માહિતી મેળવી શકાશે

યાત્રાધામ અંબાજી ખાતે માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ નવરાત્રિના પ્રથમ નોરતે ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી મા જગદંબાના આશિર્વાદ મેળવ્યાં હતાં. શક્તિ આરાધનાના પર્વ- પ્રથમ નવરાત્રિએ મંત્રીની ઉપસ્થિતિમાં પોતાના હસ્તકના વિભાગો માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગની યોજનાઓની માહિતી એક ક્લીકમાં મળી રહે તે માટે ‘પૂર્ણેશ મોદી એપ અને વેબસાઇટનો શુભારંભ અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજના હસ્તે કરાવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, મારા હસ્તકના તમામ વિભાગોની યોજનાઓ અને ફરીયાદોના નિવારણ માટે પૂર્ણેશ મોદી એપ અને વેબસાઇટનું લોન્ચીંગ અંબાજીથી કરવામાં આવ્યું છે. જેનાથી લોકોનો સમય, શક્તિ અને શ્રમ બચશે તથા આ એપના માધ્યમથી લોકોને ઘેર બેઠા સેવાઓ મેળવી શકશે. દશેરાના દિવસથી ગુગલ એપમાંથી આ એપ ડાઉનલોડ કરી તેનો લાભ લેવા લોકોને અપીલ કરી છે. આ પ્રસંગે પશુપાલન અને ગૌ સંવર્ધન રાજ્ય મંત્રી દેવાભાઇ માલમ હાજર હતાં. મંત્રીઓનું આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે.ચાવડાએ માતાજીનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...