તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલીઓ:મોટાસડા ગામે રાષ્ટ્રીયકૃત બેન્ક ફાળવવા લોકની માંગ

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક જ બેન્કને લઇ ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ

16 ગામો અને પચાસ હજારથી પણ વધુ વસતિથી સંકળાયેલા એવા દાંતા તાલુકાના મોટાસડા ગામમાં માત્ર એક જ બેંકની હયાતીને લઇ પ્રજા ભારે મુશ્કેલી અનુભવી રહી છે. જેને લઇ ગામમાં વધુ એક રાષ્ટ્રીયકૃત બેંકની પ્રબળ માંગ પ્રજામાં ઉઠી છે.

અંબાજી-દાંતા-પાલનપુરના મુખ્ય નેશનલ હાઇવે પર આવેલ મોટાસડા ગામ જે આજુબાજુના 16 ગામોની પચાસ હજારથી પણ વધુ વસતિથી સંકળાયેલું છે. અહીં 16 ગામની પ્રાથમિક શાળાનું પગાર કેન્દ્ર, 3 આંગણવાડી, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળા, 66 કે.વી. સબસ્ટેશન, પીએચસી સેન્ટર, પોલીસ આઉટ પોસ્ટ સહીત ત્રણ પેટ્રોલ પંપનો વ્યવહાર માત્રને માત્ર એક જ બેંક દ્વારા થઇ રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ બેંકમાં માત્ર ત્રણ જ કર્મચારીઓ છે.

સરકાર દ્વારા વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ કે સંસ્થાઓના નાણાંકીય વ્યવહારો ઓન લાઈન અને બેન્કિંગ સિસ્ટમથી થતાં હોઇ પ્રજા નાણાંકીય લેવડ દેવડમાં ભારે મુશ્કેલી અનુભવી રહી છે. જેના કારણે લોકોને દૂરના અંતરે પાલનપુર કે પછી દાંતા જવાની નોબત ઉભી થાય છે. એટલુંજ નહિ વૃદ્ધો અને પેન્શનરોને આર્થિક અને શારીરિક યાતના સાથે વિદ્યાર્થી વર્ગને પણ ભારે મુશ્કેલી અનુભવવી પડે છે. આ પરિસ્થિતિમાં અહીં અન્ય વધુ એક રાષ્ટ્રીય કૃત બેંક ખોલવામાં આવે તેવી પ્રબળ પ્રજા માંગ પ્રવર્તી છે.

અન્ય સમાચારો પણ છે...