શ્રદ્ધાળુઓમાં કચવાટ:અંબાજીના માર્ગે ઉભા કરેલા વીજપોલ શોભાના ગાંઠિયા

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંબાજીના દર્શને પદયાત્રી સંઘોનો પ્રવાહ બારે માસ જોવા મળે છે. પરંતુ બે વર્ષ બાદ ચૈત્રી પૂનમના દર્શનને લઈ છેલ્લા ત્રણ દિવસથી અંબાજીને જોડતા માર્ગો રાત્રી દરમિયાન પણ પદયાત્રીઓથી ઉભરાતા જોવા મળ્યા હતા.

અંબાજીની દુર્ગમ ઘાટી માર્ગ અને જંગલ વિસ્તારને લઈ અંબાજી પદયાત્રાએ આવતા માઇભક્તોને રાત્રી દરમિયાન પ્રકાશની સુવિધા મળી રહે તે માટે તંત્ર દ્વારા પાલનપુર માર્ગના રતનપુરથી દાંતા નજીક આદર્શ નિવાસી શાળા અને તૈયાર પછી ત્રિશુળીયા ઘાટ પર બે વર્ષ પૂર્વે સવા કરોડના ખર્ચે અન્ડર ગ્રાઉન્ડ કેબલવાળા વીજપોલ ઉભા કર્યા હતા.

જે ભાદરવી મેળા સમયે પ્રકાશિત થયા હતા. ત્યારબાદ આજે પણ એકપણ વીજપોલ પર દીવડા ટમક્તા નથી. પૂનમે દર્શનાર્થે આવેલા માઇ ભક્તો રાત્રે અને વહેલી પરોઢના અંધકારમાં માંના ભરોશે અંબાજીનો પથ કાપ્યો હતો. જેને લઈ શ્રદ્ધાળુઓમાં કચવાટ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...