તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:અંબાજી મંદિરમાં આજથી પાવડી પૂજા શરૂ

અંબાજી25 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • કોરોનાની મહામારીને લઇ માતાજીની પાવડી પૂજા ઉપર પ્રતિબંધ મુકાયો હતો

કોરોનાની મહામારીને લઇ યાત્રાધામ અંબાજી મંદિરમાં બ્રાહ્મણો માટે માતાજીની પાવડી પૂજા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ત્યારે મંગળવારથી માતાજીની પાવડી પૂજા માટે બ્રાહ્મણોને છૂટ આપવાની દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઇ વિશ્વભરમાં વસતા બ્રાહ્મણ સમુદાયમાં આનંદની લાગણી પ્રવર્તી છે. કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા અગિયાર માસથી બ્રાહ્મણો માટે માતાજીની પાવડી પૂજા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેના કારણે વિશ્વભરમાં વસતા બ્રહ્મસમુદાયમાં ભારે અસંતોષ અને નિરાશાની લાગણી જન્મી હતી.

આ અંગે બ્રહ્મસમાજના વિવિધ સમુદાયો દ્વારા પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો સહિત ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સમસ્ત બ્રહ્મ સમુદાયની માંગણી, લાગણી અને આસ્થાને ધ્યાને લઇ મંગળવારથી માતાજીની પાવડી પૂજા પૂર્વવત કરવાનો આવકારદાઈ નિર્ણય લેતા સમસ્ત બ્રહ્મસમુદાયમાં આનંદ અને સંતોષની લાગણી જન્મી છે. જોકે આ અંગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા મુજબ ‘પાવડી પૂજાનો સમય સવારે 8-30 થી 10-30 અને બપોરના 1-30 થી 2-30 નો રાખવામાં આવેલ છે. પાવડી પૂજા કરવા આવનાર બ્રાહ્મણોએ પોતાનું ફોટા સાથેનું આઈડી પ્રુફ રજુ કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો