તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:અંબાજીમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન, 24 કલાકમાં 72 ઝમ્બો ઓક્સિજન બોટલો ભરી શકાશે: સુપ્રિટેન્ડન્ટ

અંબાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અંબાજીમાં આદ્યશક્તિ હોસ્પિટલમાં સોમવારે કલેકટર દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
અંબાજીમાં આદ્યશક્તિ હોસ્પિટલમાં સોમવારે કલેકટર દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે આવેલ આદ્યશક્તિ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. જે ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન કલેકટર કમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનના હસ્તે સોમવારે કરવામાં આવ્યું છે. કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરની શક્યતાને લઇ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગે અગમચેતીની વ્યાપક તૈયારીઓ શરૂ કરી દીધી છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે આવેલ આદ્યશક્તિ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.

જે ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન બનાસકાંઠા જિલ્લા કલેકટર કમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનના હસ્તે સોમવારે કરવામાં આવ્યું હતું.’ આ પ્રસંગે કલેક્ટર આનંદ પટેલએ જણાવ્યું હતું કે, ‘અંબાજી ખાતે આવેલ આદ્યશક્તિ હોસ્પિટલમાં કોરોનાની પ્રથમ લહેરમાં 30 જેટલા કોરોના સક્રમિત દર્દીઓએ સારવાર લીધી હતી. અને બીજી લહેરમાં લગભગ 500 જેટલા કોરોના સક્રમિત દર્દીઓએ સારવાર લીધી છે.

સંભવિત કોરોનાના ત્રીજી લહેરના સામના માટે આદ્યશક્તિ હોસ્પિટલ દર્દીઓને માટે ખૂબજ ઉપયોગી થાય તે માટે 120 ઓક્સિજન બેડની વ્યવસ્થાના ભાગ રૂપે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા ટૂંક સમયમાં ફરી એક ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે.’ આ પ્રસંગે આદ્યશક્તિ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ર્ડા. શોભા ખંડેલવાલે જણાવ્યું હતું કે, ‘અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સ્થાપિત ઓક્સિજન પ્લાન્ટની એક કલાકમાં 3 ઝમ્બો ઓક્સિજન બોટલ ભરવાની ક્ષમતા છે. આમ 24 કલાકમાં 72 ઝમ્બો ઓક્સિજન બોટલો ભરી શકાશે.’

અન્ય સમાચારો પણ છે...