તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:દાંતા-અંબાજી પંથકમાં BSNL સેવા ખોરવાતા લોકોમાં રોષ

અંબાજી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરકારી કચેરીઓનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ પરેશાન

દાંતા-અંબાજી વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી દૂરસંચાર વ્યવસ્થા ખોરવાઇ જવા પામી છે. પરિણામે બીએસએનએલના મોબાઈલ ધારકો, સરકારી કચેરીનો સ્ટાફ સહીત ઓનલાઈન શિક્ષણ પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. એટલુંજ નહિ બીએસએનએલના ગ્રાહક વર્ગમાં ભારે અસંતોષની લાગણી જન્મી છે. સરકાર દ્વારા ગ્રામ પંચાયતોને ઓનલાઈન કનેક્ટિવિટીથી જોડવા સહીત બેંકો અને સરકારી કચેરીઓને ઓનલાઈન સુવિધાથી જોડવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. એટલુંજ નહિ કોરોનાની મહામારીને કારણે શાળાઓનું ભણતર પણ ઓનલાઇન કરવામાં આવ્યું છે.

ત્યારે દાંતા-અંબાજી વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી દૂર સંચાર વિભાગની વ્યવસ્થા ખોરવાઈ જવા પામી છે. પરિણામે બીએસએનએલના મોબાઈલ ધારકો સહીત ગ્રાહકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. પ્રજામાં ઉઠેલા આક્ષેપો મુજબ બીએસએનએલની કથળતી સેવાને લઇ મોટાભાગના મોબાઈલ ધારકો બીએસએનએલના સીમ કાર્ડની અન્ય ખાનગી કંપનીઓમાં પોર્ટિબિલિટી કરાવી રહ્યા છે. દૂર સંચાર વિભાગની સેવા વારંવાર ખોટવાતી જ રહે છે. આ અંગે દાંતા દૂરસંચાર વિભાગના જે.ટી.ઓ. નો વારંવાર ટેલિફોનિક સંપર્ક કરતા તેમનો નંબર પણ કવરેજ ક્ષેત્ર બહાર બતાવી રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો