પૂજન અર્ચન:ત્રીજા દિવસે પાંચ લાખ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા

અંબાજીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સહસ્ત્ર ચંડી યજ્ઞમાં વિશેષ અભિષેક પૂજા કરાઈ

યાત્રાધામ અંબાજીમા ભાદરવી મહોત્સવના ત્રીજા દિવસ શનિવારે પાંચ લાખ જેટલા શ્રદ્ધાળુઓ નિજગૃહે માં અંબા ના દર્શન કરી ધન્યતા અનુભવી હોવાનું ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું છે. જોકે કોરોનાના મહામારીને નાથવા ત્રીજા દિવસે પણ માતાજીની પૂજા કરવામાં આવી હતી.

યાત્રાધામ અંબાજીમાં યોજાયેલા યાત્રી મુક્ત મહોત્સવને ત્રીજા દિવસે પણ વિશ્વભરમાં વસતા માઇભક્તો નિહાળી રહ્યા છે. શનિવારે મંદિરમાં પ્રાતઃ પૂજા બપોરે વિશેષ મહા અભિષેક પૂજા કરવામાં આવી હતી. જોકે આ પૂજા અંગે વિદ્વાન પંડિતોના જણાવ્યા મુજબ "આ પૂજા સહસ્ત્ર ચંડી યજ્ઞમાંજ કરવા માં આવે છે.

પૌરાણિક ઋષિ પરમ્પરા મુજબ તામ્રપાત્રમાં માતાજીની કાશ્ય મૂર્તિ ઉપર દહીં, દૂધ, મધ, ચંદન, સુખડ વિગેરે દ્રવ્યો દ્વારા માતાજીને 80 બ્રાહ્મણોની જપ, તપ અને આરાધના સાથે અભિષેક કરવામાં આવ્યો હતો. પૂજામાં વૈશ્વિક મહામારી દૂર થાય તે માટે માં શક્તિ સમક્ષ સંકલ્પ કરવામાં આવ્યો હતો. જયારે સાયં કાળે માતાજીની આરતી પૂજા અર્ચના કરવામાં આવી હતી.

51 શક્તિ પીઠો ડીઝીટલ પ્લેટફોર્મ ઉપર
યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠો પેકી મહત્વનું ગણાતા ગબ્બર શક્તિ પીઠ આસપાસ છ વર્ષ પૂર્વે તત્કાલીન મુખ્ય મંત્રી અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના હસ્તે ગબ્બર ફરતે એકાવન શક્તિ પીઠોની સ્થાપના અને પૂજા કરવામાં આવી હતી. આ તમામ એકાવન શક્તિપીઠો ની એક સિરિયલ પણ બનાવવા માં આવી હતી. કોરોનાના ગ્રહણ ને લઈ માતાજી ના દર્શન બંધ છે ત્યારે સેંકડો માઇભક્તોને શક્તિપીઠોના પણ દર્શન થઈ શકે તેવા હેતુથી ત્રીજા દિને આ સિરિયલને પણ મંદિરના ડીઝીટલ પ્લેટફોર્મ ઉપર મુકવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...