માઈભક્તોનો પ્રવાહ વધ્યો:અંબાજીમાં 3 દિવસમાં 1 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શિસ્તને વરેલો અમદાવાદનો લાલ ડંડા વાળો પદયાત્રી સંઘ શુક્રવારે દાંતામાં પહોંચ્યો હતો. જ્યાં તેમનું પરંપરા મુજબ કીર્તિભાઇ પટેલના પરિવારે સ્વાગત કર્યું.187 વર્ષ પૂર્ણ કરી 188માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જોકે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ સંઘમાં પદયાત્રીઓને સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે.શનિવારે બપોરે માતાજીના નીજ મંદિરે ધ્વજારોહણ કરશે. - Divya Bhaskar
શિસ્તને વરેલો અમદાવાદનો લાલ ડંડા વાળો પદયાત્રી સંઘ શુક્રવારે દાંતામાં પહોંચ્યો હતો. જ્યાં તેમનું પરંપરા મુજબ કીર્તિભાઇ પટેલના પરિવારે સ્વાગત કર્યું.187 વર્ષ પૂર્ણ કરી 188માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જોકે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ સંઘમાં પદયાત્રીઓને સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે.શનિવારે બપોરે માતાજીના નીજ મંદિરે ધ્વજારોહણ કરશે.
  • યાત્રિકોની વધતી સંખ્યાને ધ્યાને લઇ કલેકટર દ્વારા સાઉન્ડ ઉપર પ્રતિબંધ ફરમાવાયો

અંબાજી ભાદરવી પૂનમના દર્શનાર્થે માઈભક્તોનો પ્રવાહ વધી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં એક લાખથી પણ વધુ માઇભક્તોએ માં અંબા ના દર્શન કરી ધન્યતા અનુભવી હોવાનું ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું છે. અંબાજી ભાદરવી પૂનમે દર્શનાર્થે આવતા યાત્રિકોની વધતી જન મેદનીને ધ્યાને લઇ જિલ્લા કલેકટર દ્વારા ધ્વનિ પ્રદુષણ ન થાય તે માટે માઈક ઉપર સાઉન્ડ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

અંબાજી એસ.ટી.સૂત્રોના જણાવ્યા મુજબ ગુરુવારે 8 બસો જ્યારે શુક્રવારે ચાલીસ એક્સ્ટ્રા બસો દ્વારા પાલનપુર, ડીસા, થરાદ, વાવ, ધાનેરા તરફના મુસાફરોને નિર્ધારિત મુકામે પહોંચાડ્યા છે. જ્યારે હજુ પણ શનિવારે વધારાની 35 થી 40 બસોનું પણ આયોજન કર્યું છે.

23 સામે તોલમાપની કાર્યવાહી, 104 કિલો અખાદ્ય જથ્થો નાશ
દાંતા પ્રાંત અધિકારીના હુકમ મુજબ જિલ્લા તોલમાપ અધિકારી એસ.વી.પટેલની આગેવાનીમાં જુદી જુદી 6 ટીમો દ્વારા ખાણી-પીણી સહિત પ્રસાદી પૂજાપાનું ચેકિંગ હાથ ધર્યું છે. તેમના જણાવ્યા મુજબ છેલ્લા બે દિવસમાં 23 શખ્સો વિરુદ્ધ તોલમાપ અને ભાવવધારા અંગેની કાર્યવાહી કરી છે. જ્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા છેલ્લા બે દિવસમાં 81 એકમોની તપાસ કરી 20થી વધુ સેમ્પલો લેવા સાથે 104 કી.ગ્રા. અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. જોકે આ કામગીરી સતત 21 તારીખ સુધી કરાશે.

અન્ય સમાચારો પણ છે...