દુર્ઘટના:ત્રિશૂળીયા ઘાટ ઊતરતાં ટ્રકની બ્રેક ફેલ થતાં કારને બચાવવામાં મારબલ ભરેલી ટ્રક પલટી

અંબાજી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પથ્થરો કાર પર પડતાં 5 મુસાફરોને ઇજા

અંબાજીથી મારબલના પથ્થર ભરેલી ટ્રક દાંતા તરફ જતાં રવિવારે બપોરે ત્રિશૂળીયા ઘાટ ઉતરતાં અચાનક ટ્રકની બ્રેક ફેલ થતાં સામેથી આવતી સ્વીફ્ટ કારને બચાવવા જતા ટ્રક પલટી મારી જતાં મારબલના પથ્થરો રોડ ઉપર તેમજ સ્વીફ્ટ કાર ઉપર પડતાં કારમાં બેઠેલા પાંચ મુસાફરોને ઇજા થતાં   સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ ટ્રક ચાલકની સમયસૂચકતાથી મોટો અકસ્માત થતો રહી ગયો હતો. જ્યારે આ પથ્થરો રસ્તા વચ્ચે પડતાં થોડીકવાર માટે ટ્રાફિકજામ થયો હતો. આમ ત્રિશૂળીયા ઘાટામાં ઉતરતી બાજુના માર્ગ ઉપર સ્પીડ બ્રેકર મુકવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...