તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:સુખડીના બીલો ન મળવાના મુદ્દે આંદોલનની ચીમકી મળતાં દાંતા ICDS શાખામાં તપાસ

અંબાજી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
દાંતા આઈસીડીએસ શાખામાં આંગણવાડી કાર્યકરોના નિવેદન લવાયા. - Divya Bhaskar
દાંતા આઈસીડીએસ શાખામાં આંગણવાડી કાર્યકરોના નિવેદન લવાયા.
  • આક્ષેપો થયા છે તેની તપાસ ચાલુ છે :જિલ્લા પ્રોગ્રામ ઓફિસર

છેલ્લા 18 માસથી દાંતા તાલુકાની આંગણવાડી કાર્યકરોના સુખડીના બીલ મંજુર થયા નથી. પરિણામે ત્રસ્ત કાર્યકરો એ આંદોલન નું શસ્ત્ર ઉગામ્યું હતું. જોકે તેના પગલે એક જ દિવસ બાદ તંત્ર દોડતું થઈ જતા શુક્રવારે દાંતા ખાતે તપાસનો દોર હાથ ધર્યો હતો. દાંતા તાલુકામાં કાર્યરત 285 આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને પોષણ માટે સુખડી વિતરણ કરવામાં આવી રહી છે.પરંતુ છેલ્લા અગિયાર માસથી આંગણવાડી કાર્યકરોને સુખડી બનાવવા અંગેના ખર્ચની ચુકવણી તાલુકા કક્ષાએથી થતી ન હતી.

આ બાબતથી ત્રસ્ત આંગણવાડી કાર્યકરોએ ગુરુવારે જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન વર્ષાબા વિજયસિંહ બારડની આગેવાનીમાં આવેદન સાથે ન્યાય નહીં મળે તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જેના પગલે તંત્ર દોડતું થયું છે. શુક્રવારે નાયબ નિયામક સહિત જિલ્લા ના પ્રોગ્રામ ઓફિસર દ્વારા રજૂઆત કરનારી બહેનોના એક પછી એક એમ નિવેદનો લેવાનું શરૂ કર્યું હતું. પ્રોગ્રામ ઓફિસર યશવંતીબેન ચાવડાએ જણાવ્યું હતું "કે બહેનોની રજૂઆતો સાંભળી જવાબો લેવામાં આવી રહ્યા છે. જે આક્ષેપો થયા છે તેની તપાસ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...