તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • In The Presence Of The Chairman Of Banas Dairy, A Farmer Said, "The Chief Minister Should Be Shankar Chaudhary, Vaniya Doesn't Know."

વિવાદિત નિવેદન:બનાસ ડેરીના ચેરમેનની હાજરીમાં એક ખેડૂત બોલ્યો-'મુખ્યમંત્રી શંકર ચૌધરી હોવા જોઈએ, વાણિયાને ખબર ના પડે'

પાલનપુર24 દિવસ પહેલા
  • ખેડૂતના નિવેદનથી શંકર ચૌધરી પણ ચોંકી ઉઠ્યા
  • શંકર ચૌધરીએ હાથનો ઈશારો કરી ખેડૂતને બેસી જવા વિનંતી કરવી પડી

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા જ અલગ અલગ સમાજ દ્વારા પોતાના સમાજનો મુખ્યમંત્રી હોવાની ઈચ્છાઓ વ્યકત કરવા લાગ્યા છે. તેમાં હવે બનાસકાંઠામાં શંકર ચૌધરીને પણ મુખ્યમંત્રી બનાવવાની માગ ઉઠી છે. શંકર ચૌધરીની હાજરીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં એક ખેડૂતે ઉભા થઈને નિવેદન કરતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી શંકર ચૌધરી હોવા જોઈએ, વાણિયાને ખબર ના પડે.

શંકર ચૌધરી પૂર્વ મંત્રી છે અને હાલ બનાસ ડેરીના ચેરમેન છે. સોશિયલ મીડિયામાં હાલ જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તેમાં શંકર ચૌધરી લોકોની વચ્ચે બેસેલા જોવા મળી રહ્યા છે. આ જ સમયે એક ખેડૂત ત્યાં ઉભો થાય છે અને માઈક લઈ શંકર ચૌધરીએ કરેલા કામોની વાત કરવા લાગે છે. ત્યારબાદ પોતાની ઈચ્છા વ્યકત કરતા કહે છે કે, મુખ્યમંત્રી શંકર ચૌધરી હોવા જોઈએ, વાણિયાને ખબર ના પડે.

ખેડૂતના આ નિવેદનને લઈ શંકર ચૌધરી પણ આશ્ચર્યમાં મુકાયા હતા. તુરંત જ શંકર ચૌધરી દ્વારા ખેડૂતને હાથથી ઈશારો કરી બેસી જવા માટે અપીલ કરતા જોવા મળ્યા હતા. શંકર ચૌધરી સાથે આસપાસના અન્ય આગેવાનો પણ ખેડૂતને બેસી જવા માટે અપીલ કરતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...