શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર:અંબાજીમાં તેરસ સાંજ સુધી 50 હજાર શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યો

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંબાજી ને જોડતા માર્ગો પર શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર,જય અંબેનો નાદ ગૂ઼જ્યો

અંબાજી ભાદરવી પૂનમના દર્શનાર્થે ભક્તો ની ભારે ભીડ જોવા મળી રહી છે. અંબાજી ને જોડતા માર્ગો શ્રદ્ધાળુઓ થી ઉભરાયેલા જોવા મળી રહ્યા છે. શનિવારે સાંજ સુધી માં અડધો લાખ જેટલા શ્રદ્ધાળુઓએ માં અંબા ના ચરણ પખાળી ધન્યતા અનુભવી હોવાનું દેવસ્થાન ટ્રસ્ટ ના સૂત્રો એ જણાવ્યું છે.ભાદરવી પૂનમને હવે માત્ર એક દિવસ બાકી છે. બારસ, તેરસ ની તિથિ ભેગી હોવા સાથે શનિ રવિવાર ની રજાના સમન્વય વચ્ચે યાત્રાધામ અંબાજી માં અંબા ના દર્શન કાજે ઉત્તર ગુજરાતના ગામે ગામ થી શ્રદ્ધાળુઓનો પ્રવાહ અંબાજી તરફ જોવા મળી રહ્યો છે.

અંબાજી માં પ્રવેશતા વિવિધ ત્રણ પ્રવેશ દ્વારો થી પ્રવેશતા યાત્રિકો ને લઇ માતાજીનું ધામ શ્રદ્ધાળુઓ થી ઉભરાયું છે. જેને લઇ ક્યાંક ક્યાંક સુરક્ષા જવાનો ને વાહનો રોકવા ની પણ ફરજ પડતી જોવા મળી રહી છે. શ્રદ્ધાળુઓ ના ઘસારા ને લઇ અંબાજી ધામ અને ગીરીમાળા અંબા ના જયઘોષ થી ગુંજી છે. દર્શનાર્થીઓ સુખરૂપ દર્શન કર્યા નો પણ સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. છેલ્લા ચાર દિવસ માં બત્રીસ હજાર થી પણ વધુ માઈ ભક્તો માં અંબા ના રાજભોગ સમા અંબિકા ભોજનાલય માં જય જલિયાન નિઃશુલ્ક ભોજનપ્રસાદ નો લાભ લીધો છે. શનિવારે સાંજ સુધી માં અડધો લાખ જેટલા માઈ ભક્તો માં અંબા ના દર્શન કરી ધન્યતા અનુભવી હોવા નું દેવસ્થાન ટ્રસ્ટ ના વહીવટદાર એસ જે ચાવડા એ જણાવ્યું હતું. તે સાથે હજુ પણ રાત્રી ના દર્શને ભક્તો નો ઘસારો જોવા મળી રહ્યો છે.

બારેજા ના પરિવારે માતાજીને ચાંદીનું પારણું અને સોનાની લગડી ભેટ ધરી
ખેડા જિલ્લા ના બારેજા ના કરશનભાઇ અરજણ ભાઈ બેલદાર ના પરિવાર માં શેર માટી ની ખોટ હતી. માં અંબા ની આખડી રાખતા માતાજીએ ખોટ પુરી કરતા શનિવારે સહ પરિવાર અંબાજી દર્શનાર્થે આવ્યા હતા. અને 514 ગ્રામ નું ચાંદી નું પારણું કિંમત રૂ. 30,840 તેમજ સોનાની લગડી 10 ગ્રામ કી. રૂ. 48,500 માતાજી ને ભેટ ધરી પોતાના પુત્ર ને પેડા થી તોલી માતાજી ના ચરણ માં શીશ ઝુકાવ્યું હતું.

અંબાજી મંદિર તરફના માર્ગો ઉપર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળા તા.14 થી 20 સપ્ટેમ્બર દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. જેથી જાહેર રસ્તાઓ ઉપર અવર-જવર કરતા યાત્રાળુઓ તથા કતારોમાં ઉભેલા દર્શનાર્થીઓને હેરાનગતિ ન થાય તે હેતુથી ઉકત સમય દરમિયાન અંબાજી મંદિર તરફના માર્ગો ઉપર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવો હિતાવહ અને જરૂરી જણાવ્યું છે. જિલ્લા કલેકટર આનંદ પટેલે અંબાજી મંદિરના વિસ્તારમાં કૈલાશ ટેકરી, સિંહદ્વાર તથા ગજદ્વારથી મંદિર જતાં રસ્તાઓ ઉપર મંજૂરી વગર કોઈપણ પ્રકારના વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. આ પ્રતિબંધ તા.16 થી 20 સપ્ટેમ્બર સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે.

અન્ય સમાચારો પણ છે...