ચૂંટણી:દાંતા તાલુકાની 42 પંચાયતમાં અંદાજે 81.45 ટકા મતદાન થયું

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાંતા તાલુકા માં કુલ 42 ગ્રામ પંચાયતો ના સરપંચ અને સભ્યોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં 74.89 ટકા મતદાન થયું હતુ.તાલુકાના 42 ગ્રામ પંચાયતમાં કુલ 61,480 પુરુષ, અને 57,773 સ્ત્રી મળી કુલ 11,9253 મતદારો પેકી 41,453 પુરુષ અને 38,460 સ્ત્રી મળી કુલ 79,913 મતદારો એ સવાર ના સાત કલાક થી માંડી સાંજના 6 કલાક સુધી મતદાન કર્યું હતું.કુલ 81.45 ટકા મતદાન નોંધાયું હતુ. 42 સરપંચ અને સભ્યો નું ભાવિ મતપેટી માં સીલ થતા તમામ બુથો ની મતપેટીઓ દાંતા ની સરભવાની સિંહ વિદ્યાલય ખાતે સ્ટ્રોંગરૂમમાં પેક કરવા માં આવશે જેની મંગળવાર ના રોજ મતગણતરી હાથ ધરવા માં આવશે.

છાપી પંચાયતની ચૂંટણીમાં 76.90 ટકા મતદાન
છાપી : વડગામના છાપી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં કુલ 6865 મતદારોમાંથી 5287 મતદારોએ મતદાન કરતાં કુલ 76.90 ટકા મતદાન નોંધાયું હતું. લોકશાહીના મહાઉત્સવમાં રવિવાર વહેલી સવારથી લોકો મતદાન મથકે ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...