તપાસ:અંબાજી રેન્જમાં ગ્રાન્ટ,પ્લોટમાં થયેલી ગેરરીતિ સંદર્ભે રજૂઆતકર્તાને નોટિસ

અંબાજી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક માસ અગાઉ દાંતાના આગેવાન દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી

અંબાજીની ઉત્તર અને દક્ષિણ રેન્જમાં સરકારી ગ્રાન્ટ સહીત કેમ્પાના પ્લોટમાં થયેલ ગેરરીતિ સંદર્ભે મહિના અગાઉ દાંતાના આદિવાસી આગેવાન દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ હતી. જોકે જીલ્લા કક્ષાએથી કોઇજ તપાસ કાર્યવાહી ન કરવા સાથે ઉત્તર રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી દ્વારા રજૂઆત કરનાર નેજ નોટિસ આપી છે.

અંબાજીની વન વિભાગની ઉત્તર અને દક્ષિણ રેન્જમાં થયેલ ગ્રાન્ટમાં ગેરરીતિ સહીત કેમ્પાના પ્લોટીંગ અને ખર્ચ બાબતે એક માસ અગાઉ ઉચ્ચ કક્ષાએ રજૂઆત થવા પામી હતી. જોકે આ બાબતે તપાસની કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી .તેમજ રજૂઆત કરનારને જ આધાર-પુરાવા સાથે હાજર થવાનું ફરમાન કરવામાં ગેરરીતિની આશંકા દ્રઢ બની છે. આદિવાસી આગેવાન અને દાંતા તાલુકા પંચાયતના ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન રણજીતભાઇ તરાલના જણાવ્યા મુજબ જંગલની જમીન અને વૃક્ષારોપણમાં ભારે ગેરરીતિ થતી હોવાની પ્રજાની ફરિયાદને લઇ ઉચ્ચ કક્ષાએ તપાસની માંગ કરવામાં આવી હતી. જોકે આ બાબતે તપાસના નામે તો મીંડું પણ જેની વિરુદ્ધ આક્ષેપો થઇ રહ્યા છે તેવા અંબાજી ઉત્તર રેન્જના અધિકારી દ્વારા મને પોતાને આધાર પુરાવા સાથે કચેરીએ હાજર થવાનું લેખિત ફરમાન કરવામાં આવ્યું છે. આ અંગે અંબાજી ઉત્તર રેન્જના આરએફઓ પી.આર.ભૂતળિયાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે ‘જ્યાં અરજી કરી હશે ત્યાંથી તપાસ આવશે મને નકલ મળી એટલે આધાર પુરાવા રજુ કરવા જણાવ્યું છે.’

કયા કયા મુદ્દે તપાસની માંગ કરાઈ

  • અંબાજી વન વિભાગની બન્ને રેન્જોમાં છેલ્લા બે વર્ષ દરમિયાન કેમ્પાની ગ્રાન્ટ ક્યાં અને કેટલી વાપરવામાં આવી ? તેનું સ્થળ સ્થિતિનું નિરીક્ષણ અને તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.તથા કેમ્પાની ગ્રાન્ટમાં કરેલ પ્લોટમાં વૃક્ષોની સ્થળ સ્થિતિનો અભ્યાસ કરી તપાસ કરવામાં આવે.
  • ઉત્તર અને દક્ષિણ રેન્જમાં છેલ્લા બે વર્ષ દરમિયાન વિકાસની વિવિધ ગ્રાન્ટો ક્યાં વાપરવામાં આવી, કઇ કઇ એજન્સીઓ અને મંડળીઓ દ્વારા કામ કરવામાં આવ્યું તેના વાઉચરો અને ઉધરેલાં ખર્ચ સાથે રોજમદારોની હાજરી બાબતે ક્રોસ તપાસ કરવામાં આવે.
  • અંબાજીની રક્ષિત જંગલ વિસ્તારથી આચ્છદિત ઉત્તર રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી અને કર્મચારીઓ પોતાના હેડ ક્વાર્ટર ઉપર હાજર રહ્યા છે કે કેમ ? તે બાબતે બે વર્ષનું મોબાઈલ લોકેશનની તપાસ કરવામાં આવે.
  • ઉત્તર રેન્જના પરિક્ષેત્ર વનઅધિકારીપી.આર.ભૂતળીયાની ફરજ દરમિયાનનો રેકોર્ડની તપાસ કરી તેમને મળેલ પ્રમોશન યોગ્ય છે કે કેમ તેની તપાસ કરાય.
અન્ય સમાચારો પણ છે...