તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોબાળો:દાંતામાં સેન્દ્રીય ખાતરમાં માટી હોવાના આક્ષેપો સાથે વનવાસીઓનો હોબાળો

અંબાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સેન્દ્રીય ખાતરમાં માટી હોવાના આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો. - Divya Bhaskar
સેન્દ્રીય ખાતરમાં માટી હોવાના આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો.
  • દાંતા માર્કેટયાર્ડમાં કૃષિ વૈવિધ્ય કરણ યોજના હેઠળ કીટ વિતરણ કાર્યક્રમ

કૃષિ વૈવિધ્ય કરણ યોજના હેઠળ તાલુકા મથક દાંતાની માર્કેટયાર્ડમાં ગુરુવારે કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જોકે તેમાં ખાતરમાં માટી હોવાના આક્ષેપો સાથે વનવાસી ખેડૂતોએ હોબાળો મચાવી દીધો હતો અને ખાતર લેવાની પણ અવગણના કરી હતી.

સરકારના કૃષિ વૈવિધ્યકરણ યોજનાના પ્રારંભે જ તાલુકા મથક દાંતામાં વનવાસી ખેડૂતોએ ગુરુવારે માર્કેડયાર્ડ ખાતે હોબાળો મચાવ્યો હતો. આદિવાસી ખેડૂતોને આપતી કીટમાં સેન્દ્રીય ખાતર હોઈ વનવાસીઓ ભડક્યા હતા અને ખાતરમાં માટી હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા વનવાસી ખેડૂતોએ ખાતર લેવાનો ઇન્કાર પણ કર્યો હતો. જેને લઈ માર્કેટયાર્ડમાં પણ ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી.

આ અંગે સેબલપાનીના વનવાસી ખેડૂત નીતિનભાઈ પરમારએ જણાવ્યું હતું કે ‘માટીવાળું ખાતર અને અંદરથી નાના નાના પથરા નીકળે છે. આદિવાસીઓ સાથે સરકાર છેતરપિંડી કરે છે.’ જોકે આ અંગે ગોડાઉન જુનિયર એક્ઝયુકેટિવ વિપુલ પટેલએ જણાવ્યું હતું કે ‘અમને તો ઉપરથી સરકાર જે આપે તે વિતરણ કરીએ છીએ. જ્યારે ખાતર ઓર્ગેનિક મેન્યુઅલ (સેન્દ્રીય ખાતર) છે. એગ્રિકલચર અધિકારી દ્વારા તેનું લેબ પરીક્ષણ માટે પણ મોકલવામાં આવ્યું છે. જેનો રિપોર્ટ પણ બે દિવસમાં આવી જશે.’ જોકે કેટલાક ખેડૂતો તો ખાતર બિયારણની કીટ મેળવી હોવાનું જણાવતા હવે વાવેતર કરીએ પછી ખબર પડશે તેવું પણ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...